Farmers Protest: આ રાષ્ટ્રીય મુદ્દો બની જશે, તમામ પક્ષોને સામેલ કરીને કમિટી બનાવો- SC

કેન્દ્ર તરફથી સુપ્રીમ કોર્ટને આશ્વાસન આપવામાં આવ્યું કે, સરકાર એવું કોઈ પગલું નહીં લે જેના કારણે ખેડૂતોના હિતને નુકસાન પહોંચે

કેન્દ્ર તરફથી સુપ્રીમ કોર્ટને આશ્વાસન આપવામાં આવ્યું કે, સરકાર એવું કોઈ પગલું નહીં લે જેના કારણે ખેડૂતોના હિતને નુકસાન પહોંચે

  • Share this:
    Farmers Protest: મોદી સરકારના નવા કૃષિ કાયદાઓને (New Agriculture Laws 2020) પરત લેવા દબાણ ઊભું કરવા માટે દિલ્હીના બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના આંદોલનનો (Farmers Agitation) આજે 21મો દિવસ છે. દિલ્હીની સરહદો પર ખેડૂતોનું પ્રદર્શન ચાલુ રહેશે કે નહીં તેની પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સુનાવણી થઈ. ચીફ જસ્ટિસ બોબડે, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ વી. રામસુબ્રમણ્યમની બેન્ચે આ મામલા પર કેન્દ્ર સરકાર, પંજાબ અને હરિયાણાની સરકારોને નોટિસ પાઠવી છે. સાથોસાથ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ મામલા પર એક કમિટીની રચના કરવામાં અવશે, જે આ મુદ્દાને ઉકેલશે કારણ કે રાષ્ટ્રીય મુદ્દો સહમતિથી ઉકેલવો જરૂરી છે. હવે આ કેસની આગામી સુનાવણી કાલે થશે. નોંધનીય છે કે, સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી સુપ્રીમ કોર્ટને આશ્વાસન આપવામાં આવ્યું છે કે, સરકાર એવું કોઈ પગલું નહીં લે જેના કારણે ખેડૂતોના હિતને નુકસાન પહોંચે.

    સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે પૂછ્યું કે, શું તમે ઈચ્છો છો કે બોર્ડર ખોલી દેવામાં આવે. તેની પર વકીલે કહ્યું કે કોર્ટે શાહીન બાગ કેસ સમયે કહ્યું હતું કે રસ્તાઓ જામ ન થવા જોઈએ. વારંવાર શાહીન બાગનો હવાલો અપાતાં ચીફ જસ્ટિસે વકીલને ટોક્યા. તેઓએ કહ્યું કે ત્યાં કેટલા લોકોએ રસ્તો રોક્યો હતો? કાયદો અને વ્યવસ્થાના મામલામાં દાખલા ન આપી શકાય. ચીફ જસ્ટિસે સુનાવણી દરમિયાન પૂછ્યું કે શું ખેડૂત સંગઠનોને કેસમાં પાર્ટી બનાવવામાં આવી છે.

    આ પણ વાંચો, MSP, મિડલમેન અને ખોટી માન્યતાઃ નવા કૃષિ કાયદામાં શું બદલાયું અને કોને ફાયદો?

    CJI એસ.એ. બોબડેએ પૂછ્યું કે, તમે શું કયા ખેડૂત સંગઠનો છે જેમણે રસ્તો રોક્યો છે? તેની પર અરજીકર્તાએ જાણકારી ન હોવાની વાત કહી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ખેડૂતોને દિલ્હી બોર્ડરથી હટાવવાની અરજી પર કેન્દ્રને નોટિસ પાઠવી છે.

    ચીફ જસ્ટિસે કોર્ટમાં કહ્યું કે જે અરજીકર્તા છે, તેમની પાસે કોઈ મજબૂત દલીલ નથી. એવામાં રસ્તા કોણે બંધ કર્યા છે, તેની પર સોલિસિટર જનરલે કહ્યું કે ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે અને દિલ્હી પોલીસે રસ્તા બંધ કર્યા છે. તેની પર CJIએ કહ્યું કે જમીન પર હાજર તમે જ મેઇન પાર્ટી છો.

    ખેડૂત સંગઠનોનો પક્ષ સાંભળશે

    સુપ્રીમ કોર્ટે કહ્યું કે , તેઓ ખેડૂત સંગઠનોનો પક્ષ સાંભળશે, સાથોસાથ સરકારને પૂછ્યું કે અત્યાર સુધી સમજૂતી કેમ નથી સધાઈ. કોર્ટ તરફથી હવે ખેડૂત સંગઠનોને પણ નોટિસ પાઠવવામાં આવી છે.

    આ પણ વાંચો, Indo-Pak 1971 War: જ્યારે માથે હાથ દઈને જનરલ નિયાજીએ પાડી હતી બૂમ, ‘રાવલપિંડી મેં બૈઠે હરામજાદો ને મરવા દીયા’

    કોર્ટનું કહેવું છે કે આવા મુદ્દાઓ પર વહેલામાં વહેલી તકે સમજૂતી થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે સરકાર અને ખેડૂતોના પ્રતિનિધિઓની એક કમિટી બનાવવા માટે કહ્યું છે, જેથી બંને પરસ્પર મુદ્દાઓ પર ચર્ચા કરી શકે.
    Published by:Mrunal Bhojak
    First published: