નવી દિલ્હી : કૃષિ કાનૂનો (Farm Laws) સામે કિસાન સંગઠનોનું આંદોલન દિલ્હીની સરહદો પર છેલ્લા 2 મહિનાથી વધારે સમયથી ચાલી રહ્યું છે. આ દરમિયાન ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે શુક્રવારે મોટી જાહેરાત કરી છે. ટિકૈતે કહ્યું કે કૃષિ કાનૂન રદ થયા પછી જ કિસાનોની ઘર વાપસી થશે. અમારો મંચ અને પંચ તે જ રહેશે. સિંધૂ બોર્ડર અમારી ઓફિસ રહેશે. કેન્દ્ર ઇચ્છે તો આજે, 10 દિવસ પછી કે આગામી વર્ષે વાત કરી શકે છે. અમે તૈયાર છીએ.
આ પહેલા રાકેશ ટિકૈતે કહ્યું કે આ આંદોલનના સમયગાળાને લઈને કોઈપણ પ્રકારની પ્લાનિંગ કરી નથી. દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરતા કિસાનોને 79 દિવસો થઈ ગયા છે. સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં રાકેશ ટિકૈતે કહ્યું કે કિસાન આંદોલન અનિશ્ચિતકાળ સુધી ચાલું રહેશે કારણ કે હાલ કોઈ પ્લાન નથી. આ ઓક્ટોબર સુધી ચાલુ રહી શકે છે. ટિકૈતે આ પહેલા પણ ખેડૂતોને ચેતવ્યા હતા કે જ્યાં સુધી સરકાર ત્રણ નવા કૃષિ કાનૂનોને પાછા લઈ ના લે. ત્યાં સુધી આંદોલન ખતમ થશે નહીં. તેમણે સંભાવના વ્યક્ત કરી છે કે ઓક્ટોબર સુધી ચાલી શકે છે.