Farmers Protest: ખેડૂતોની માંગોને લઈ શું વિચારે છે સરકાર, PM મોદીએ શૅર કર્યો વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)
વડાપ્રધાને ટ્વીટ કર્યું છે કે- મંત્રીમંડળના મારા બે સહયોગીએ તોમરજી અને ગોયલજીએ નવા કૃષિ કાયદાઓ અને ખેડૂતોની માંગોને લઈને વિસ્તારથી વાત કરી છે, તેને ચોક્કસથી સાંભળો
નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓના (Farm Laws) વિરોધમાં ખેડૂતોનું આંદોલન (Farmers Protest) હવે વધુ ઉગ્ર બનતું હોય એવું લાગી રહ્યું છે. ખેડૂતોની ચેતવણીની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ અપીલ કરી છે. આંદોલનને 20 દિવસથી વધુ સમય થઈ ગયો છે પરંતુ ખેડૂતો અલગ-અલગ સરહદો પર અડગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સરકાર સાથે અત્યાર સુધી 6 ચરણની મંત્રણા પણ વિફળ થઈ ચૂકી છે. એક તરફ જ્યાં ખેડૂતો આ કાયદાને રદ કરવાની માંગ પર અડગ છે તો બીજી તરફ સરકારે પણ સ્પષ્ટ કરી દીધું છે કે આ કાયદો પરત નહીં લે. હવે વડાપ્રધાન નરેનદ્ર મોદીએ રેલ મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goyal) અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar)ની એક પ્રેસ કોન્ફરન્સનો વીડિયો શૅર કરીને તેને સાંભળવા માટે અપીલ કરી છે.
વડાપ્રધાને ટ્વીટ કર્યું છે કે- મંત્રીમંડળના મારા બે સહયોગી નરેન્દ્ર સિંહ તોમરજી અને પીયૂષ ગોયલજીએ નવા કૃષિ કાયદાઓ અને ખેડૂતોની માંગોને લઈને વિસ્તારથી વાત કરી છે. તેને ચોક્કસથી સાંભળો.
मंत्रिमंडल के मेरे दो सहयोगी नरेंद्र सिंह तोमर जी और पीयूष गोयल जी ने नए कृषि कानूनों और किसानों की मांगों को लेकर विस्तार से बात की है। इसे जरूर सुनें-https://t.co/B9GwPf5i3K
નોંધનીય છે કે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ગુરુવારે કહ્યું કે કૃષિ કાયદાઓની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ આંદોલન છોડીને મંત્રણાનો રસ્તો અપનાવવો જોઈએ. તેઓએ કહ્યું કે સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવના કોઈ પણ મુદ્દા પર જો ખેડૂતોને આપત્તિ છે તો સરકાર તેની પર ખુલ્લા મનથી ચર્ચા માટે તૈયાર છે.
આગામી ચરણના આંદોલનની ઘોષણા કરવી યોગ્ય નથી- સરકાર તોમરે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં એવં પણ કહ્યું કે મંત્રણાની પ્રક્રિયાની વચ્ચે ખેડૂતો દ્વારા આગામી ચરણના આંદોલનની ઘોષણા કરવી યોગ્ય નથી. તેઓએ કહ્યું કે સરકાર મંત્રણા માટે બિલકુલ તત્પર છે. તેઓએ આશા વ્યક્ત કરી કે મંત્રણાના માધ્યમથી કોઈ માર્ગ નીકળશે.
કૃષિ મંત્રીએ વધુમાં કહ્યું કે, કોઈ પણ કાયદો સંપૂર્ણ ખરાબ અને પ્રતિકૂળ ન હોઈ શકે. સરકાર ખૂબ ભારપૂર્વક એવું કહેવા માંગે છે કે કાયદાની જોગવાઈ જે ખેડૂતો માટે પ્રતિકૂળતા ઊભી કરતી હોય, જેમાં ખેડૂતોને નુકસાન હોય, તે જોગવાઈ પર સરકાર ખુલ્લા મનથી વિચાર કરવા માટે પહેલા પણ તૈયાર હતી અને આવનારા સમયમાં પણ તૈયાર રહેશે. તેઓએ કહ્યું કે ખેડૂતોએ આંદોલનનો રસ્તો છોડવો જોઈએ અને જ્યારે ચર્ચા ચાલી રહી છે તો આગામી આંદોલનની ઘોષણા યોગ્ય નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર