નવી દિલ્હી : મોદી સરકારના નવા કૃષિ કાનૂનોને (New Agriculture laws)લઈને ખેડૂતોનું આંદોલન યથાવત્ છે. આ વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકારે ખેડૂતોને એક લેખિત પ્રસ્તાવ મોકલ્યો હતો. સરકારે કૃષિ કાયદામાં કેટલાક સંશોધનની સલાહ તરીકે લેખિતમાં આશ્વાસન આપ્યું છે. જોકે ખેડૂતોનું વલણ હજુ પણ યથાવત્ છે. સરકાર તરફથી આપેલો સંશોધનનો પ્રસ્તાવ ખેડૂત સંગઠનોએ ફગાવી દીધો છે. આ પછી કિસાન નેતાઓની બેઠકમાં ઘણા નિર્ણય લેવામાં આવ્યા હતા. આ વખતે દિલ્હી-ઉત્તર પ્રદેશ હાઇવે અને રાજસ્થાન હાઇવે ઠપ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ સિવાય દિલ્હીમાં પણ નાકાબંધની ખબર છે. સરકારે ખેડૂતો સામે 9 સૂત્રીય પ્રસ્તાવ રાખ્યો હતો. આ ડ્રાફ્ટ 13 સંગઠન નેતાઓને મોકલવામાં આવ્યો હતો.
કૃષિ કાનૂનો (Farm Laws)પર ખેડૂતોના વિરોધ પ્રદર્શનને લઈને સીતારામ યેચુરી, શરદ પવાર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત પછી વિપક્ષી નેતાઓએ કહ્યું કે સરકાર ખેડૂતોની વાત સમજે. તેમની પરેશાની જોતા કેન્દ્ર સરકાર કૃષિ કાનૂનોને રદ કરે.
ખેડૂત નેતાઓનું કહેવું છે કે સરકારે જે પ્રસ્તાવ અમને મોકલ્યો હતો તે અમે વાંચ્યો છે અને તેને નામંજૂર કરી દીધો છે. તેમણે ચેતાવણી આપી છે કે જો આ કાનૂન પાછા લેવામાં નહીં આવે તો અમે આ આંદોલનને ઉગ્ર બનાવીશું. નવા પ્રદર્શન 14 ડિસેમ્બરે કરવામાં આવશે. સિંધૂ બોર્ડર પર રહેલા ખેડૂતોએ કહ્યું કે 12 ડિસેમ્બરે જયપુર-દિલ્હી હાઇવે બ્લોક કરવામાં આવશે. ક્રાંતિકારી યૂનિયનના અધ્યક્ષ દર્શન પાલે કહ્યું કે અમે સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો છે. કિસાન આંદોલનનું સમર્થન કરી રહેલા નેતા યોગેન્દ્ર યાદવે કહ્યું કે સરકારે જે વિશ્વાસ મિટિંગમાં આપ્યા હતા. તે પણ આ પ્રસ્તાવોમાં યોગ્ય રીતે લખ્યા નથી. જલ્દી આ આંદોલનમાં દેશભરના ખેડૂતો જોડાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર