નવી દિલ્હી : મોદી સરકારના કૃષિ કાનૂનો (New Agriculture Law)સામે ખેડૂતોના આંદોલનનો આજે નવમો દિવસ છે. સરકારે આંદોલન ખતમ કરવા માટે ગુરુવારે ખેડૂત નેતાઓ સાથે લગભગ 7 કલાક વાતચીત કરી હતી. જોકે આ વાતચીતમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો છે કે મિનિમમ સપોર્ટ પ્રાઇઝમાં (MSP) કોઈ ફેરફાર થશે નહીં. એક્ટની જોગવાઇમાં ખેડૂતોને સુરક્ષા આપવામાં આવી છે. બીજી તરફ ખેડૂતો કાયદા પરત લેવાની પોતાની માંગણી પર અડગ છે. શનિવારે ફરી વાતચીત થવાની છે.
ભારતીય કિસાન યૂનિયનના મહાસચિવ એચએસ લખોવાલે (BKU-Lakhowal) સિંધૂ બોર્ડર પર કહ્યું કે કાલે અમે સરકારને કહ્યું કે કૃષિ કાનૂનોને પરત લેવા જોઈએ. 5 ડિસેમ્બરે દેશભરમાં પીએમ મોદીના પુતળા સળગાવવામાં આવશે. અમે 8 ડિસેમ્બરે ભારત બંધનું આહ્વાન કર્યું છે. અમે દિલ્હીના બાકી રસ્તાને અવરોધ કરવાની યોજના બનાવી છે.
ગુરુનામ સિંહ ચઢૂનીએ કહ્યું કે જો સરકાર અમારી માંગણીને કાલની બેઠકમાં સ્વીકાર નહીં કરે તો અમે નવા કૃષિ કાયદા સામે પોતાનું આંદોલન તેજ કરીશું. અખિલ ભારતીય કિસાન સભાના મહાસચિવ હન્નાન મોલ્લાહે કહ્યું કે અમારે વિરોધની આગ આગળ વધારવાની જરૂર છે. સરકારે આ કૃષિ બિલને પાછા લેવા જોઈએ.
Yesterday, we told the Government that the farm laws should be withdrawn. On 5 Dec, effigies of PM Modi will be burnt across the country. We have given a call for Bharat Bandh on December 8: Bharatiya Kisan Union (BKU-Lakhowal) General Secretary, HS Lakhowal at Singhu Border pic.twitter.com/dA1Xykds2K
કિસાન આંદોલનના સમર્થનમાં એવોર્ડ વાપસીનો સિલસિલો યથાવત્ છે. કિસાનોના સમર્થનમાં પંજાબના લેખક ડૉ. મોહનજીત, ચિંતક ડૉ. જસવિંદર અને પત્રકાર સ્વરાજબીરે પોતાના સાહિત્ય એકેડમી એવોર્ડ (Sahitya Academy Awards)પરત કર્યા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર