Home /News /national-international /

Farmers Protest: ચીફ જસ્ટિસે સરકારને પૂછ્યું, ‘તમે કાયદા લાગુ થતા રોકશો કે અમે પગલાં ભરીએ?’

Farmers Protest: ચીફ જસ્ટિસે સરકારને પૂછ્યું, ‘તમે કાયદા લાગુ થતા રોકશો કે અમે પગલાં ભરીએ?’

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કૃષિ કાયદા લાગુ થવા પર રોક લાગે, કમિટી ખેડૂતોની સમસ્યાનો ઉકેલ શોધે (Photo: PTI)

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કૃષિ કાયદા લાગુ થવા પર રોક લાગે, કમિટી ખેડૂતોની સમસ્યાનો ઉકેલ શોધે

    નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ સોમવારે ખેડૂત આંદોલનો (Farmers Protest) સાથે જોડાયેલી અરજીઓની સુનાવણી કરતાં કેન્દ્ર સરકાર (Central Government) પર જોરદાર ફટકાર વરસાવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આંદોલનમાં ખેડૂતો (Farmers)ના જીવ જઈ રહ્યા છે, એવામાં સરકાર હાલ આ કાયદાઓ (New Agriculture Laws) પર રોક લગાવશે કે પછી કોર્ટ જ આદેશ જાહેર કરે.

    ચીફ જસ્ટિસે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, જે રીતે સરકાર આ મુદ્દાને હેન્ડલ કરી રહી છે, અમે તેનાથી ખુશ નીથ. અમને નથી ખબર કે તમે કાયદો પાસ કરાવતા પહેલા શું કર્યું. આ પહેલાની સુનાવણીમાં પણ વાતચીત વિશે કહેવામાં આવ્યું હતું, શું થઈ રહ્યું છે?

    CJIએ સુનાવણી દરમિયાન કહ્યું કે, સરકારની એવી દલીલ નહીં ચાલે કે તેને બીજી કોઈ સરકારે શરૂ કર્યા હતા. તમે કેવી રીતે ઉકેલ લાવી રહ્યા છો? સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, 41 ખેડૂત સંગઠન કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યા છે. નહીં તો આંદોલન ચાલુ રાખવાનું કહી રહ્યા છે.

    આ પણ વાંચો, મહિલા પાયલટોએ રચ્યો ઈતિહાસ- નોર્થ પોલ પાર કરી સૈન ફ્રાન્સિસ્કોથી ભારત પહોંચી એર ઈન્ડિયાની ફ્લાઇટ

    ચીફ જસ્ટિસે કહ્યું કે, અમારી પાસે એવી કોઈ પણ દલીલ નથી આવી જેમાં આ કાયદાના વખાણ થયા હોય. કોર્ટે કહ્યું કે અમે ખેડૂતોના મામલાના એક્સપર્ટ નથી, પરંતુ શું તમે આ કાયદાઓને રોકશો કે અમે પગલાં ભરીએ. સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. લોકો મરી રહ્યા છે અને ઠંડીમાં બેઠા છે. તેઓનું ખાવાનું, પાણીનું કોણ ધ્યાન રાખી રહ્યું છે?

    સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, અમને નથી ખબર કે મહિલાઓ અને વૃદ્ધોને ત્યાં કેમ રોકવામાં આવી રહ્યા છે. આટલી ઠંડીમાં આવું કેમ થઈ રહ્યું છે. અમે એક્સપર્ટ કમિટી બનાવવા માંગીએ છીએ, ત્યાં સુધી સરકાર આ કાયદાઓને રોકે નહીં તો અમે એક્શન લઈશું.

    આ પણ વાંચો, ઈમરાન ખાને ફરી આલાપ્યો કાશ્મીર રાગ, કહ્યુ- આર્ટિકલ 370ની બહાલી સુધી ભારત સાથે વાતચીત નહીં

    ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે, અમે કાયદા પરત લેવાની વાત નથી કરી રહ્યા. અમે એવું પૂછી રહ્યા છીએ કે તમે તેને કેવી રીતે સંભાળી રહ્યા છો. અમે એવું નથી સાંભળવા માંગતા કે આ મામલો કોર્ટમાં ઉકેલાય કે નહીં. અમે માત્ર એવું ઈચ્છીએ છીએ કે શું તમે આ મામલાને વાતચીતથી ઉકેલી શકો છો. જો તમે ઈચ્છા રાખતા તો કહી શકતા હતા કે મુદ્દો ઉકેલવા સુધી કાયદો લાગુ નહીં કરીએ. કોર્ટે કહ્યું કે, અમને ખબર નથી કે તમે આ સમસ્યાનો હિસ્સો છો કે સમાધાનનો હિસ્સો છે.

    ઉલ્લેખનીય છે કે, 8 જાન્યુઆરીએ ખેડૂતો અને સરકાર વચ્ચે આઠમા ચરણની બેઠક થઈ હતી, પરંતુ આ વાતચીતમાં કોઈ સમાધાન નહોતું શોધી શકાયું, કારણ કે કેન્દ્રએ વિવાદાસ્પદ કૃષિ કાયદ રદ કરવાનો ઇન્કાર કરી દીધો. હવે 15 જાન્યુઆરીએ નવમા ચરણની વાતચીત થવાની છે. આ દરમિયાન ખેડૂત નેતાઓનું કહેવું છે કે છેલ્લા શ્વાસ સુધી લડવા માટે તૈયાર છીએ અને તેમની ‘ઘર વાપસી’ માત્ર ‘કાયદા વાપસી’ બાદ થશે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Farmers Protest, New agriculture laws, Supreme Court, ખેડૂતો, મોદી સરકાર

    આગામી સમાચાર