Kisan Aandolan: સિંધૂ બોર્ડર પર ધરણામાં સામેલ સંત બાબા રામ સિંહે ગોળી મારીને આત્મહત્યા કરી

Kisan Aandolan: સિંધૂ બોર્ડર પર ધરણામાં સામેલ સંત બાબા રામ સિંહે ગોળી મારીને આત્મહત્યા કરી
સંત બાબા રામ સિંહે ગોળી મારીને આત્મહત્યા કરી (Pic Credit-@Rajeshpoddar00)

બાબા રામ સિંહને ઈજાગ્રસ્ત અવસ્થામાં એક ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા

  • Share this:
    નવી દિલ્હી : નવા કૃષિ કાનૂન સામે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી-હરિયાણા બોર્ડર (સિંધૂ બોર્ડર) પર ખેડૂતાના હકમાં અવાજ ઉઠાવવા આવેલા સંત બાબા રામ સિંહે (Sant Baba Ram Singh)બુધવારે આત્મહત્યા કરી લીધી છે. બાબા રામ સિંહે ગોળી મારીને આત્મહત્યા કરી છે. જાણકારી પ્રમાણે બાબા રામ સિંહને ઈજાગ્રસ્ત અવસ્થામાં એક ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

    જાણકારી પ્રમાણે સંત બાબા રામ સિંહ હરિયાણાના કરનાલના રહેવાસી છે. એક ટ્વિટર યૂઝરે બાબા દ્વારા લખેલી સુસાઇડ નોટ પણ પોસ્ટ કરી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ આત્મહત્યા તેમણે ખેડૂત આંદોલન અને ખેડૂતોના હક માટે અવાજ બુલંદ કરવાનો ઉલ્લેખ કર્યો છે.



    આ પણ વાંચો - રાહુલ ગાંધીએ અધવચ્ચે છોડી સંસદીય સમિતિની મિટિંગ, કહ્યું- આ સમયની બર્બાદી

    દિલ્હી પોલીસે બંધ કરી બોર્ડર

    સાવધાની રાખતા દિલ્હી ટ્રાફિક પોલીસે ટિકરી, ધનસા બોર્ડરને કોઈપણ પ્રકારના ટ્રાફિક મૂવમેન્ટ માટે બંધ કરી દેવામાં આવી છે. પોલીસે ઝટીકરા બોર્ડર પર ફક્ત બે પૈડા વાહનો અને પગપાળા જતા લોકો માટે ખુલ્લો રાખ્યો છે. બીજી તરફ સમાચાર છે કે પ્રદર્શનકારી ખેડૂતોએ ફરીથી નોઇડાને દિલ્હીથી જોડનાર ચિલ્લા સરહદને જામ કરી દીધો છે. જેનાથી નોઇડા લિંક રોડ બંધ થઈ ગયો છે. ગાડીઓની અવરજવર રોકી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં ખેડૂતો ફરીથી ટ્રેક્ટર-ટ્રોલી સાથે ચિલ્લા બોર્ડર પહોંચી ગયા છે.
    Published by:Ashish Goyal
    First published:December 16, 2020, 21:31 pm

    ટૉપ ન્યૂઝ