Farmers Protest: સરકાર અને પ્રદર્શનકારી ખેડૂતોની વચ્ચે આજે આઠમા ચરણની બેઠક

Farmers Protest: સરકાર અને પ્રદર્શનકારી ખેડૂતોની વચ્ચે આજે આઠમા ચરણની બેઠક
ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે આ અગાઉ 4 જાન્યુઆરીએ બેઠક મળી હતી જેમાં કોઈ સહમતિ સધાઈ નહોતી

ખેડૂત સંગઠનો અને કેન્દ્ર સરકાર વચ્ચે આ અગાઉ 4 જાન્યુઆરીએ બેઠક મળી હતી જેમાં કોઈ સહમતિ સધાઈ નહોતી

  • Share this:
    નવી દિલ્હીઃ સરકાર અને નવા કૃષિ કાયદાઓનો (New Agriculture Laws) વિરોધ કરી રહેલા પ્રદર્શનકારી ખેડૂત સંગઠનોની (Farmers Union) વચ્ચે આજે આઠમા ચરણની બેઠક યોજાશે. શુક્રવારે મળનારી બેઠકના એક દિવસ પહેલા ગુરુવારે બંને પક્ષ પોતપોતાની વાત પર અડગ રહ્યા. પ્રદર્શનકારી ખેડૂતોએ ત્રણ નવા કૃષિ કાયદાઓને પરત લેવાની પોતાની માંગને લઈ ટ્રેક્ટર રેલી (Tractor Rallies)નું આયોજન કર્યું, જ્યારે કેન્દ્ર સરકારે એ વાત પર ભાર મૂક્યો છે તેઓ આ કાયદાઓને પરત લેવા સિવાયના દરેક પ્રસ્તાવ પર વિચાર કરવા માટે તૈયાર છે.

    બંને પક્ષ ગતિરોધ દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન એવી અફવાઓ પણ સાંભળવા મળી રહી છે કે કેટલાક રાજ્યોને કેન્દ્રીય કૃષિ કાયદાઓને દાયરાથી બહાર કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. પરંતુ ખેડૂત સંગઠનોએ કહ્યું કે, તેમને સરકાર તરફથી આ પ્રકારનો કોઈ પ્રસ્તાવ નથી મળ્યો. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ પ્રકારના કોઈ પ્રસ્તાવ આપવાની વાતનો ઈન્કાર કર્યો છે. તોમર, ખાદ્ય મંત્રી પીયૂષ ગોયલ અને વાણિજ્ય રાજ્ય મંત્રી સોમ પ્રકાશ 40 પ્રદર્શનકારી ખેડૂત સંગઠનોના નેતાઓની સાથે સરકાર તરફથી મંત્રણાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.



    આ પણ જુઓ, PHOTOS: દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી, 60 હજાર ટ્રેક્ટર સામેલ થયા હોવાનો દાવો

    સાતમા ચરણની બેઠકમાં કોઈ સહમતિ સધાઈ નહોતી

    આઠમા ચરણની મંત્રણા આજે બપોરે બે વાગ્યે વિજ્ઞાન ભવનમાં થશે. આ પહેલા 4 જાન્યુઆરીએ યોજાયેલી બેઠક કોઈ પરિણામ વગર પૂરી થઈ હતી. ખેડૂત નેતા શિવ કુમાર કક્કાએ જણાવ્યું હતું કે, હું એ સ્પષ્ટ કરવા માંગું છું કે સંયુક્ત કિસાન મોર્ચાને ત્રણ કૃષિ કાયદાથી રાજ્યોને બહાર રાખવાની મંજૂરી આપવાનો કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. અમે આ કાયદાઓને રદ કરવામાં આવે અને અમારા ઉપજોને MSPની ગેરંટીથી ઓછું કંઈ પણ સ્વીકાર્ય નથી.

    આ પણ વાંચો, ખેડૂત આંદોલનથી તબલીગી જમાત જેવી જ મુશ્કેલી થઈ શકે છે, સરકાર ગાઇડલાઇન બનાવે - સુપ્રીમ કોર્ટ

    ખેડૂતો સાથેની 30 ડિસેમ્બરની બેઠકમાં બે મુદ્દાઓ પર સધાઈ હતી સહમતિ

    પાંચમા ચરણની મંત્રણા કોઈ પરિણામ વગરની રહ્યા બાદ 30 ડિસેમ્બરે છઠ્ઠા ચરણની મંત્રણામાં સરકાર અને 40 ખેડૂત સંગઠનોની વચ્ચે વીજળીના દરોમાં વૃદ્ધિ તથા પરાલી સળગાવવા પર દંડ પર પ્રદર્શનકારી ખેડૂતોની ચિંતાઓના સમાધાનની વાત બની હતી. પરંતુ ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા અને MSPને કાયદાકીય ગેરંટી આપવાના વિષય પર બંને પક્ષોમાં ગતિરોધ કાયમ છે.
    Published by:Mrunal Bhojak
    First published:January 08, 2021, 07:27 am

    ટૉપ ન્યૂઝ