લાલ કિલ્લા પર થયેલી હિંસાના આરોપી દીપ સિદ્ધુની ધરપકડ, પોલીસે રાખ્યું હતું એક લાખનું ઈનામ

દીપ સિદ્ધુને કોર્ટે 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો

દીપ સિદ્ધુને કોર્ટે 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો

 • Share this:
  નવી દિલ્હી. દેશની રાજધાની દિલ્હી (Delhi)માં 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ (Republic Day Violence) પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Farmers Tractor Rally) દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસા (Red Fort Violence)ના મામલામાં મુખ્ય આરોપી દીપ સિદ્ધુ (Deep Sidhu)ની ધરપકડ કરી લેવામાં આવી છે. દીપ સિદ્ધુ પર દિલ્હી પોલીસે એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. સિદ્ધુની સ્પેશલ સેલે ધરપકડ કરી છે. દીપ સિદ્ધુને કોર્ટે 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તેને મંગળવારે કોર્ટ સમક્ષ રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.

  News18 Indiaના સંવાદદાતા આનંદ તિવારીએ જાણકારી આપી કે સ્પેશલ સેલના ડીસીપી સંજીવ યાદવે સિદ્ધુની ધરપકડની પુષ્ટિ કરી છે. યાદવે જણાવ્યું કે મંગળવારે દિલ્હી પોલીસ એક પ્રેસ કોન્ફરન્સ કરી ધરપકડ વિશે વધુ જાણકારી આપશે.

  આ પણ વાંચો, દિલ્હીના CM કેજરીવાલની દીકરી સાથે 34 હજારની ઠગી, OLX પર જૂનો સોફો વેચવા જતાં થઈ છેતરપિંડી

  નોંધનીય છે કે, દિલ્હીમાં થયેલી હિંસા બાદથી જ દીપ સિદ્ધુ અલગ-અલગ સ્થળેથી ફેસબુક લાઇવ કરી રહ્યો હતો. તેણે ખેડૂત આંદોલનના નેતાઓ ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. News18 Indiaના સંવાદદાતા મુજબ, આ મામલામાં સિદ્ધુના ફેસબુક લાઇવમાં ટેકનીકલ હેલ્પ એક મહિલા મિત્ર કરતી હતી જે દેશની બહાર રહે છે. તેનો પણ ખુલાસો દિલ્હી પોલીસ પ્રેસ કોન્ફરન્સમાં કરશે. ફેસબુક લાઇવ દરમિયાન કોઈ પ્રકારના ટેક્નીકલ સર્વેલન્સથી બચવા માટે સિદ્ધુ વિદેશમાં રહેતી મહિલા મિત્રની મદદ લેતો હતો.

  આ પણ વાંચો, PM મોદીએ USના રાષ્ટ્રપ્રમુખ બાઇડન સાથે ફોન પર કરી વાત, ક્ષેત્રીય સંબંધો સહિત અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા

  દીપ સિદ્ધુએ થોડા દિવસ પહેલા જ ફેસબુક લાઇવના માધ્યમથી ખેડૂત નેતાઓેન ખુલી ચેતવણી આપી હતી. પોતાને ગદ્દાર કહેવાતા નારાજ દીપ સિદ્ધુએ ખેડૂત નેતાઓને ધમકી આપી હતી કે, જો તેણે પોતાનું મોં ખોલ્યું અને ખેડૂત આંદોલનની અંદરની વાત જાહેર કરવાનું શરૂ કરી દીધું તો આ નેતાઓને ભાગવાનો રસ્તો પણ નહીં મળે. દીપ સિદ્ધુએ કહ્યું કે, મારી વાતને ડાયલોગ ન સમજો, આ વાત યાદ રાખજો, મારી પાસે દરેક વાતની દલીલ છે. માનસિકતા બદલો.
  Published by:Mrunal Bhojak
  First published: