નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ ફરી એક વાર ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Farmers Tractor Rally)ને લઈ દખલ કરવાનો ઇન્કાર કરી દીધો છે. બુધવારે થયેલી સુનાવણીમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI)એ કહ્યું કે આ મામલો પોલીસ (Delhi Police)ના હાથમાં છે, પોલીસ જ તેની પર મંજૂરી આપશે. સુપ્રીમ કોર્ટે તેની સાથોસાથ કમિટીને લઈ ઊભા થઈ રહેલા વિવાદને લઈ આકરું વલણ અપનાવ્યું. કોર્ટે કહ્યું કે કમિટીમાં જે લોકો સામેલ છે, તેઓ પોતાના ક્ષેત્રમાં એક્સપર્ટ છે. જે તેમની ટીકા કરી રહ્યા છે, તેમની પાસે તેવી ક્ષમતા નથી. શું તમે તેમની પર આરોપ લગાવી રહ્યા છો.
ચીફ જસ્ટિસે ટિપ્પણી કરતાં કહ્યું કે, શું કોઈ વકીલ પોતાનો મત જાણકારી મળ્યા બાદ નથી બદલતો. જ્યાં સુધી કોઈ ઠોસ વિષય સામે નથી રજૂ કરવામાં આવતો, ત્યાં સુધી આ સહન નહીં થાય. કમિટીને હજુ કોઈ પ્રકારની શક્તિ નથી મળી, પરંતુ મત રજૂ કરવા માટે રાખવામાં આવી છે. જોકે, કોર્ટે હજુ આ અરજી ઉપર પણ નોટિસ પાઠવી છે અને કહ્યું છે કે એટર્ની જનરલને તેની પર જવાબ આપવો જોઈએ.
Supreme Court asks Centre to withdraw its plea against proposed tractor rally by farmers on Republic Day. https://t.co/PMKgitTQSV
CJIએ કડક શબ્દોમાં કહ્યું કે, જો ખેડૂતો કમિટીની સામે રજૂ નથી થવા માંગતો, તો બિલકુલ ન થાય. પરંતુ સુપ્રીમ કોર્ટમાં કોઈનું આ પ્રકારનું બ્રાન્ડિંગ ન કરે. કોર્ટે કહ્યું કે જે લોકો કમિટીની સભ્યોની ટીકા કરી રહ્યા છે કે તેમનામાં ક્ષમતા નથી. આવું કયા આધારે કહેવામાં આવી રહ્યું છે. શું તમે આ સભ્યો પર આરોપ લગાવી રહ્યા છો.
ચીફ જસ્ટિસે કહ્યું કે, કોર્ટે કોઈની નિયુક્તિ કરી છે અને તેને લઈને આ પ્રકારની ચર્ચા થઈ રહી છે. કોર્ટે કમિટીની ફરી રચનાની માંગ કરનારી કિસાન મહાપંચાયતની અરજી પર તમામ પક્ષોને નોટિસ પાઠવી છે.
તેની પર સરકારના વકીલ હરીશ સાલ્વેએ કહ્યું કે, આપ આપના આદેશમાં એ સ્પષ્ટ કરો કે કમિટી કોર્ટે પોતાના માટે બનાવી છે. જો કમિટીની સમક્ષ કોઈ રજૂ પણ નહીં થાય તો કમિટી પોતાનો રિપોર્ટ કોર્ટમાં આપશે. તેની પર CJIએ કડક શબ્દોમાં કહ્યું કે, અમે કેટલી વાર આ સ્પષ્ટ કરીએ? કમિટીને કોઈ નિર્ણય લેવાની પણ શક્તિ નથી આપવામાં આવી.
બીજી તરફ, 8 ખેડૂત યૂનિયનો તરફથી રજૂઆત કરી રહેલા એડવોકેટ પ્રશાંત ભૂષણે જણાવ્યું કે, ખેડૂતો ગણતંત્ર દિવસ પર માત્ર દિલ્હીના આઉટર રિંગ રોડ પર ટ્રેક્ટર માર્ચ યોજવા માંગે છે. આ માર્ચ શાંતિપૂર્ણ રીતે આયોજિત કરવામાં આવશે. કોઈ કાયદો અને વ્યવસ્થાને ભંગ નહીં કરવામાં આવે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર