પોલીસે ખીલા પાથર્યાં હતાં ત્યાં ખેડૂતોએ ફૂલ ઊગાડ્યા (પીટીઆઈ તસવીર)
Farmers Chakka Jam: દેશભરમાં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગોને બપોરે 12 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી જામ કરવામાં આવશે. ઇમરજન્સી સેવા જેવી કે એમ્બ્યુલન્સ, સ્કૂલ બસો વગેરેને નહીં રોકવામાં આવે.
નવી દિલ્હી: કૃષિ કાયદાઓ (Farm Laws)ના વિરોધમાં દેખાવો કરી રહેલા ખેડૂતોએ આજે રાષ્ટ્રવ્યાપી ચક્કાજામ (Chakka Jam)ની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન આખા દેશમાં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો (National and State high ways) પર બપોરે 12 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી વાહનોને નહીં ચાલવા દેવામાં આવે. ખેડૂત નેતાઓ (Farmer leaders)નું કહેવું છે કે ઉત્તરાખંડ (Uttarakhand) અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં ચક્કાજામ નહીં કરવામાં આવે. સાથે જ દિલ્હીમાં પણ તેની કોઈ અસર નહીં જોવા મળે. આમ છતાં દિલ્હીમાં પોલીસ સતર્ક રહેશે. જ્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait)નું કહેવું છે કે જે લોકો જ્યાં છે ત્યાં જ શાંતિપૂર્ણ રીતે ચક્કાજામ કરશે. તો તમને જણાવીએ આજના ચક્કાજામમાં શું ખુલ્લું રહેશે અને શું બંધ.
1) દેશભરમાં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગોને બપોરે 12 વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી જામ કરવામાં આવશે. ઇમરજન્સી સેવા જેવી કે એમ્બ્યુલન્સ, સ્કૂલ બસો વગેરેને નહીં રોકવામાં આવે.
2) ચક્કાજામ સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ અને અહિંસક રીતે કરવામાં આવશે. દેખાવકારોને સૂચના આપવામાં આવી છે કે તેઓ ચક્કાજામ કાર્યક્રમ દરમિયાન કોઈ પણ અધિકારી, કર્મચારી કે પછી નાગરિકો સાથે ઘર્ષણમાં ન ઉતરે.
3) દિલ્હી NCRમાં ચક્કાજામનો કોઈ કાર્યક્રમ નહીં હોય, કારણ કે અહીં વિરોધ સ્થળ પર પહેલાથી જ ચક્કાજામ છે. દિલ્હીમાં પ્રવેશ કરતા તમામ રસ્તાઓ ખુલ્લા રહેશે. જોકે, ખેડૂતોએ પહેલથી જ જે જગ્યા પર મોરચો ખોલી રાખ્યો છે તે રસ્તા બંધ રહેશે.
4) ત્રણ વાગ્યે એક મિનિટ સુધી હૉર્ન વગાડીને ખેડૂત એકતાનો સંદેશ આપતા ચક્કાજામ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવશે. ખેડૂત નેતાઓએ અપીલ કરી છે કે, લોકો અન્નદાતાના પોતાનું સમર્થન આપવા માટે આ કાર્યક્રમમાં શામેલ થાય.
5) ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે જાહેરાત કરી છે કે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ચક્કાજામ નહીં કરે.
6) ભારતીય કિસાન યૂનિયન નેતાઓનું કહેવું છે કે તેઓ એવું જોવા માંગે છે કે ખેડૂત કેટલો સંગઠિત છે. તેઓ સરકારને પોતાની તાકાત બતાવવા માંગે છે.
7) સંયુક્ત કિસાન મોરચાના નેતા ટીકરી અને સિંધુ બૉર્ડરથી આ રાષ્ટ્રવ્યાપી ચક્કાજામ કાર્યક્રમનું સંકલન કરશે.
8) આ ચક્કાજામની સૌથી વધારે અસર પંજાબ અને હરિયાણામાં જોવા મળવાની સંભાવના છે. જોકે, બંને જગ્યાએ પોલીસ એલર્ટ પર છે. સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવી દેવામાં આવી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર