અસલી ટુકડે-ટુકડે ગેંગ છે BJP, તે પંજાબને તોડવા માંગે છે : સુખબીર બાદલ
અસલી ટુકડે-ટુકડે ગેંગ છે BJP, તે પંજાબને તોડવા માંગે છે : સુખબીર બાદલ
અસલી ટુકડે-ટુકડે ગેંગ છે BJP, તે પંજાબને તોડવા માંગે છે : સુખબીર બાદલ
બીજેપી પર પ્રહાર કરતા અકાલી દળના ચીફ સુખબીર સિંહ બાદલે કહ્યું-પંજાબને તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બીજેપી રાષ્ટ્રવાદ પંજાબને સાંપ્રદાયિક આગમાં ધકેલી રહ્યું છે
અમૃતસર : અકાલી દળના ચીફ સુખબીર સિંહ બાદલે (Sukhbir Singh Badal)ભારતીય જનતા પાર્ટીને અસલી ટુકડે-ટુકડે ગેંગ ગણાવી છે. તેમણે કેન્દ્રમાં સત્તામાં રહેલા બીજેપી પર પ્રહાર કરતા કહ્યું કે પંજાબને તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બીજેપી રાષ્ટ્રવાદ પંજાબને સાંપ્રદાયિક આગમાં ધકેલી રહ્યું છે.
આ પહેલા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં આંદોલન કરવા જઈ રહેલા ખેડૂતોને હરિયાણા પોલીસ દ્વારા રોકવાના પ્રયત્નોની પણ સુખબીર સિંહ બાદલ ટિકા કરી ચૂક્યા છે. ખેડૂતો પર પોલીસ દ્વારા વોટર કેનનના ઉપયોગ પર બાદલે કહ્યું હતું કે આજે પંજાબની સ્થિતિ 26/11 જેવી છે. અમે લોકતાંત્રિક વિરોધના અધિકારનો અંત જોઈ રહ્યા છે. અકાલી દળે શાંતિપૂર્ણ ખેડૂત આંદોલનને દબાવવા માટે હરિયાણા સરકાર અને કેન્દ્ર સરકારની ટિકા કરી છે. પોતાની હકોની લડાઇ લડવા જઈ રહેલા પંજાબના ખેડૂતો પર પાણીનો મારો કરતા તેમના અધિકારોને દબાવી શકાશે નહીં. આમ કરવાથી ખેડૂતોનો સંકલ્પ વધારે મજબૂત થશે.
ઉલ્લેખનીય છે કે નવા કૃષિ બિલના વિરોધમાં એનડીએ છોડનાર અકાલી દળના નેતા સુખબીર બાદલે કહ્યું હતું કે હવે બીજેપી સહયોગીઓનું સન્માન કરતી નથી. SADએ ભાજપાનું સમર્થન ત્યારે પણ કર્યું હતું જ્યારે તેમના લોકસભામાં ફક્ત બે સાંસદો હતા. સુખબીર સિંહ બાદલે કહ્યું કે મારા પિતાને ભાજપાના દરેક નેતૃત્વ સાથે સારો સંબંધ હતો. મારા પણ સારા સંબંધા હતા અને હાલ પણ મારા વ્યક્તિગત સંબંધ છે. જોકે હવે એક ફેરફાર આવ્યો છે. અમારા મામલામાં અમારી પાસે ક્યારેય ખેડૂત બિલ પર સલાહ લેવામાં આવી નથી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર