દિલ્હી: આજથી તેજ થશે કિસાન આંદોલન, ખેડૂતો દિલ્હી-જયપુર અને આગ્રા હાઇવે બંધ કરશે

દિલ્હી: આજથી તેજ થશે કિસાન આંદોલન, ખેડૂતો દિલ્હી-જયપુર અને આગ્રા હાઇવે બંધ કરશે
ફોટો: એપી

Farmers Protest: બલવીર એસ રાજેવાલે (Balbir S Rajewal) સ્પષ્ટ કર્યું છે કે ટ્રેન સેવા રોકી દેવાનો કોઈ ઈરાદો નથી. તેમના કહેવા પ્રમાણે આંદોલન માટે આવતા ખેડૂતોની સંખ્યા સતત વધી રહી છે.

  • Share this:
    નવી દિલ્હી: ત્રણ નવા કૃષિ બિલ (Agri bill)ના વિરોધમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન આજે ગતિ પકડશે. સરકાર અને ખેડૂતો વચ્ચેની બેઠકોનું કોઈ પરિણામ ન આવતા ખેડૂતોએ 12મી તારીખથી પોતાના આંદોલનમાં તેજી લાવવાની જાહેરાત કરી હતી. ભારતીય કિસાન યૂનિયન (Bharatiya Kisan Union)ના અધ્યક્ષ બલવીર.એસ.રાજેવાલે (Balbir S Rajewal) કહ્યું છે કે તેઓ 12મી ડિસેમ્બરના રોજ દિલ્હી-જયપુર હાઇવે (Delhi-Jaipur highway) બંધ કરી દેશે. તેમણે કહ્યુ હતુ કે ડેપ્યુટી કલેક્ટરની ઓફિસો, બીજેપી નેતાઓની ઓફિસો બહાર પણ ધરણા આપશે. આ સાથે સાથે જ ટોલ પ્લાઝાને પણ બંધ કરી દેશે.

    'ટ્રેન રોકવાનો કોઈ ઇરાદો નથી'



    રાજેવાલે સ્પષ્ટ કર્યું છે કે ટ્રેન સેવા રોકી દેવાનો ખેડૂતોનો કોઈ ઇરાદો નથી. તેમણે જણાવ્યું કે અહીં આવી રહેલા ખેડૂતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતો આંદોલન કરીને કૃષિ બિલને રદ કરી દેવાની માંગણી કરી રહ્યા છે. હવે ખેડૂતોએ પોતાના આંદોલનને વધારે તેજ કરવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતો 12મી ડિસેમ્બરથી દેશભરના ટોલ પ્લાઝાઓને ફ્રી કરવાની તૈયાર કરી રહ્યા છે. 14મી ડિસેમ્બરના રોજ ખેડૂતો બીજેપી નેતાઓનો ઘેરાવ કરશે, તેમજ જિલ્લા ઓફિસો બહાર પ્રદર્શન કરશે.

    આ પણ વાંચો: ગઢડા સ્વામિનારાયણ મંદિર: DySP નકુમે ચેરમેન રમેશ ભગતને કોલર પકડીને બહાર કાઢ્યા, થપાટ મારી

    પ્રો લેફ્ટ વિંગે હાઇજેક કર્યું ખેડૂતોનું આંદોલન: રિપોર્ટનો દાવો

    ખેડૂત આંદોલન પર કેન્દ્ર સરકાર સિવાય અલગ અલગ સુરક્ષા એજન્સીઓની (Security Agencies)નજર ર છે. આ દરમિયાન ઇન્ટેલિજન્સ સૂત્રોના હવાલાથી જાણકારી મળી રહી છે કે અલ્ટ્રા લેફ્ટ નેતાઓ અને સમર્થક વામપંથી ચરમપંથી તત્વોએ ખેડૂતોના આંદોલનને હાઇજેક કરી લીધું છે. ઇન્ટેલિજન્સ સૂત્રોનું કહેવું છે કે અતિવાદી સંગઠન આવનાર દિવસોમાં ખેડૂતોને હિંસા, આગજની અને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે ઉશ્કેરવાની યોજના બનાવી રહ્યા છે.

    આ પણ વાંચો: સુરત: બેભાન હાલતમાં મળી આવેલી કૉલેજીયન યુવતીના કેસમાં મોટો ખુલાસો

    અમારા એજન્ડામાં આવું નથી: કિસાન નેતા

    ઇન્ટેલિજન્સ વિભાગના રિપોર્ટ પર કિસાન નેતા રાકેશ ટિકૈતની પ્રતિક્રિયા સામે આવી છે. રાકેશ ટિકૈતે કહ્યું કે અમને તો અહીં આવા લોકો નજરે પડી રહ્યા નથી. જો ઇન્ટેલિજન્સ એજન્સીઓની નજર આ આંદોલન પર છે તો તેમને પકડે તે શું કરી રહી છે. આપણી સેન્ટ્રલ ઇન્ટેલિજેન્સ આટલી નબળી નથી કે તેને પકડી ના શકે. જે લોકો ખોટો પ્રચાર કરી રહ્યા છે તેના પર એજન્સી નજર બનાવી રાખે.

    આ પણ જુઓ-

    રાકેશ ટિકૈતે કહ્યું કે, અમારા એજન્ડામાં આ નથી. અમને પણ જાણકારી મળી છે કે હરિયાણા સાઇડમાં પોસ્ટર લાગ્યા છે. અમારી કોટ કમિટીની બેઠકમાં આ કોઈ મુદ્દો નથી. આ દરમિયાન તેમણે ખેડૂત નેતાઓને અપીલ કરતા કહ્યું કે જો તેમને આવા કોઈ તત્વો જોવા મળે તો તેમને આંદોલનમાં ઘૂસવા દેવામાં ન આવે. અમારો એજન્ડો ત્રણ કાયદાને લઈને છે.
    Published by:Vinod Zankhaliya
    First published:December 12, 2020, 06:59 am

    ટૉપ ન્યૂઝ