Farmers Protest: ખેડૂત નેતાઓ સાથે આજે પાંચમી બેઠક, MSP અંગે સરકાર લેખિતમાં આશ્વાસન આપવા તૈયાર

Farmers Protest: ખેડૂત નેતાઓ સાથે આજે પાંચમી બેઠક, MSP અંગે સરકાર લેખિતમાં આશ્વાસન આપવા તૈયાર
તસવીર: AP

Farmers Protest 9th Day highlights: કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમેરે ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો છે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. આ મામલે તેમણે ખેડૂતોને લેખિતમાં ખાતરી આપવી તૈયારી બતાવી છે.

  • Share this:
    નવી દિલ્હી: Farmers Protest 9th Day Highlights: કેન્દ્ર સરકારે ત્રણ નવા કૃષિ કાયદા (Agriculture Law) વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ આઠમી ડિસેમ્બરના રોજ 'ભારત બંધ' (Farmers call Bharat Bandh)ની જાહેરાત કરી છે. આ જ દિવસે ખેડૂતોએ ટોલ બૂથો પર કબજો કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ખેડૂત નેતા ગુરનામસિંહ ચઢૂની (gurnam singh chaduni)એ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યુ કે જો કેન્દ્ર સરકારે શનિવારની વાતચીત દરમિયાન તેમની વાત નથી માનતી તો તેઓ નવા કૃષિ કાયદા વિરુદ્ધ તેમનો આંદોલન વધારે તેજ કરશે. ભારતીય કિસાન યૂનિયનના મહાસચિવ હરિન્દરસિંહ લખવાલે (Harinder Singh Lakhowal) કહ્યુ કે, "આજની અમારી બેઠકમાં અમે આઠમી ડિસેમ્બરના રોજ 'ભારત બંધ' કરવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન અમે તમામ ટોલ બૂથો પર કબજો કરી લઈશું." ઉલ્લેખનીય છે કે ખેડૂતો અને સરકાર વચ્ચે આજે ફરીથી મંત્રણા થશે. મંત્રણા પહેલા જ સરકારે જાહેરાત કરી છે કે સરકાર એમએસપી (MSP) અંગે ખેડૂતોને લેખિતમાં ખાતરી આપવા માટે તૈયાર છે.

    MSP અંગે સરકાર લેખિત આશ્વાસન આપવા તૈયાર



    કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યુ છે કે કિસાન યૂનિયનો તરફથી કરવામાં આવેલા માંગણીઓ પર વાતચીત ચાલી રહી છે. સાથે જ સરકારે આજે યોજાનાર બેઠકમાં સુખદ સમાધાન આવશે તેવી આશા વ્યક્ત કરી હતી. બેઠકની પૂર્વ સંધ્યાએ પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે ખેડૂત નેતાઓએ આઠમી ડિસેમ્બરના રોજ 'ભારત બંધ'ની જાહેરાત કરી છે.

    આ પણ વાંચો: હળવદ : અમદાવાદથી કચ્છ જઈ રહેલી એમ્બ્યુલન્સનો અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યોનાં મોત

    આ દરમિયાન News18 સાથે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યુ છે કે, "હું ખેડૂતોને આશ્વાસન આપવા માંગું છું કે એમએસપીમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. જો સંઘની ઈચ્છા હોય તો અમે આ અંગે લેખિતમાં આપવા માટે તૈયાર છીએ. અમારી પ્રાથમિકતા એમએસપીને મજબૂત કરવાની રહેશે."

    9 દિવસથી ખેડૂતોનું આંદોલન શરૂ:

    નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હી સરહદે ખેડૂતો છેલ્લા નવ દિવસથી આંદોલન કરી રહ્યા છે. ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજસ્થાન, તેલંગાણા, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોના ખેડૂતો પણ હાજર રહ્યા હતા. અહીં ખેડૂત નેતાઓએ પોતાની માંગણીનો ફરીથી ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર કૃષિ બિલને રદ કરવા માટે વિશેષ સત્ર બોલાવે. તેમણે કહ્યુ કે, દેખાવકારો કાયદામાં સુધારો નહીં પરંતુ કાયદો જ રદ કરવામાં આવે તેવું ઇચ્છી રહ્યા છે. દિલ્હી બોર્ડર પર પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના ખેડૂતો સતત નવમાં દિવસે પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂત નેતાઓ અને સરકાર વચ્ચે ગુરુવારે થયેલી વાતચીતનું કોઈ પરિણામ આવ્યું ન હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:December 05, 2020, 07:09 am

    ટૉપ ન્યૂઝ