દિલ્હીની સરહદો પર કિસાન આંદોલન નબળું પડી રહ્યું છે કે ખેડૂતોએ બનાવી કોઈ નવી રણનીતિ?

Farmers Protest: દિલ્હી બોર્ડરના આંદોલન સ્થળ પર ફેલાયો સન્નાટો, ખેડૂત નેતાએ કહ્યુ- નવી રણનીતિ પર ચાલી રહ્યું છે કામ

Farmers Protest: દિલ્હી બોર્ડરના આંદોલન સ્થળ પર ફેલાયો સન્નાટો, ખેડૂત નેતાએ કહ્યુ- નવી રણનીતિ પર ચાલી રહ્યું છે કામ

  • Share this:
    નવી દિલ્હી. દેશની રાજધાની દિલ્હીની સરહદો (Delhi Borders) પર નવા કૃષિ કાયદાઓની (New Agri Laws) વિરુદ્ધ ચાલી રહેલું આંદોલન (Farmers Protest) મંગળવારે 83મા દિવસમાં પ્રવેશ કરી ગયું છે. તેમાં સામેલ અનેક ખેડૂતો (Farmers) પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા છે. એક મહિના પહેલાની સંખ્યાની તુલનમાં હવે અડધાથી પણ ઓછા ખેડૂતો આંદોલન સ્થળ પર ઉપસ્થિત છે. એવું પૂછવામાં આવ્યું કે શું વિરોધ પ્રદર્શન ધીમું થઈ રહ્યું છે તો તેના જવાબમાં ખેડૂતોએ કહ્યું કે અમને ખબર હતી કે આ લાંબી લડાઈ હશે .સરહદો પર ઓછી ભીડ હોવી તેમની નવી રણનીતિનો હિસ્સો છે.

    આંદોલન માટે સમર્થન એકત્ર કરવા માટે રાજ્યો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait)એ દેશભરમાં મહાપંચાયતોની યોજના બનાવી છે. તેઓ આગામી 10 દિવસમાં હરિયાણા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં આ પ્રકારની બેઠકોમાં ભાગ લઈ શકે છે.

    કોઈ પણ પક્ષ પાછળ હટવા માટે તૈયાર નથી

    ગયા વર્ષે નવેમ્બર મહિનાથી સરકાર અને ખેડૂતોની વચ્ચે ગતિરોધ ચાલુ છે. કોઈ પણ પક્ષ પાછળ હટવા માટે તૈયાર નથી. ખેડૂતોએ ત્રણ કૃષિ કાયદાઓને 18 મહિના સુધી સસ્પ ન્ડ કરવાના સરકારના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પણ કહ્યું છે કે તેમનો પ્રસ્તાવ હજુ પણ બરકરાર છે.

    આ પણ વાંચો, ભારતની કૂટનીતિ સામે ચીન ઝૂક્યું, પેન્ગોગના ઉત્તર કિનારાથી ઉખાડ્યા તંબૂ-બંકર

    ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, જો 10 લાખ લોકો અહીં એકત્ર થાય છે તો શું સરકાર આ કાયદાઓને પરત લેશે? અમે સમગ્ર દેશમાં વિરોધ કરીશું. તમામ જિલ્લાઓમાં અમારા લોકો ફેલાઈ રહ્યા છે. બેઠકો થઈ રહી છે.

    NDTV અનુસાર ગાજીપુર પ્રોટેસ્ટ કમિટીના પ્રવક્તા જગતાર સિંહ બાજવાએ કહ્યું કે, સૌથી પહેલા આંદોલન સરકારની જિદને ધ્યાનમાં રાખતા સરહદો પર કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. ખેડૂત નેતા પોતાની રણનીતિમાં ફેરફાર કરી રહ્યા છે જેથી વિરોધ દરેક ગામના દરેક ઘર સુધી પહોંચી શકે. અમે વિવિધ સ્થળો પર મહાપંચાયત કરી રહ્યા છીએ.

    આ પણ વાંચો, મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ભીષણ દુર્ઘટના, 5 લોકોનાં મોત, અનેક ઘાયલ

    ખેડૂત નેતાઓએ એવો પણ દાવો કર્યો કે ખેડૂતોને ઓછા સમયની અંદર સરહદો પર પહોંચવા માટે હંમેશા ઉપલબ્ધ છે. બાજવાએ કહ્યું કે, જ્યારે પણ ગાજીપુરની સરહદો પર અમને સંખ્યા બળની જરૂર હશે તો એક દિવસની અંદર એક લાખ લોકો આવી શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: