ખેડૂત આંદોલન : આજે જે ખેડૂતો મને મળ્યા તેમણે કૃષિ કાયદાનું સમર્થન કર્યું - નરેન્દ્રસિંહ તોમર

ખેડૂત આંદોલન : આજે જે ખેડૂતો મને મળ્યા તેમણે કૃષિ કાયદાનું સમર્થન કર્યું - નરેન્દ્રસિંહ તોમર

કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું- સરકાર વાસ્તવિક ખેડૂત સંગઠનો સાથે વાતચીત રાખવાના પક્ષમાં છે

 • Share this:
  નવી દિલ્હી : મોદી સરકારના નવા કૃષિ કાનૂનો સામે દિલ્હીની બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો આજે 20મો દિવસ છે. આ દરમિયાન કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે આજે જે ખેડૂતો મને મળ્યા તેમણે ત્રણેય કૃષિ કાયદાનું સમર્થન કર્યું છે. તેમનું કહેવું છે કે તે બિલ અને સરકારની સાથે છે. કેટલાક ખેડૂતો ખોટી ધારણા ફેલાવી રહ્યા છે જેથી તેમને પણ ગુમરાહ કરવામાં આવ્યા છે. જ્યારે મેં તેમની સાથે વાત કરી તો તેમણે બિલનું સ્પષ્ટ સમર્થન કર્યું હતું.

  કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે સરકાર વાસ્તવિક ખેડૂત સંગઠનો સાથે વાતચીત રાખવાના પક્ષમાં છે. ન્યૂનતમ સમર્થન મૂલ્ય એક પ્રશાસનિક નિર્ણય છે અને તે જેવો છે તે રીતે યથાવત્ રહેશે.  આ પણ વાંચો - અસલી ટુકડે-ટુકડે ગેંગ છે BJP, તે પંજાબને તોડવા માંગે છે : સુખબીર બાદલ

  કેન્દ્રીય શિક્ષા મંત્રી ડો રમેશ પોખરિયાલ નિશંકે મંગળવારે કોંગ્રેસ તથા અન્ય વિપક્ષી દળો પર ખેડૂતોને ગુમરાહ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે જુઠ તંત્રના સહારે વર્ષો સુધી રાજ કરનાર કોંગ્રેસ પોતાના મુળિયા હલી ગયા પછી હવે મહેનતી અન્નદાતાને ભડકાવી રહી છે. આ કૃષિ કાયદાના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અન્નદાતાને અસલી આઝાદી આપી છે.

  બીજી તરફ ખેડૂત નેતાઓએ કહ્યું કે તે સરકારને આ કાયદા વાપસ લેવડાવશે. અમારી લડાઇ એ સ્તર પર પહોંચી ગઈ છે જ્યાંથી જીતવા માટે પ્રતિબદ્ધ છીએ. પોતાની માંગણીને લઈને બુધવારે દિલ્હી-નોઇડા વચ્ચે ચિલ્લા બોર્ડર પૂરી રીતે જામ કરી દઈશું. ખેડૂત નેતા જગજીત ડલ્લેવાલે કહ્યું કે સરકાર કહી રહી છે કે તે આ કાનૂનોને પાછા નહીં લે. અમે કહી રહ્યા છીએ કે અમે તેમને પાછા લેવડાવીશું. અમે વાતચીતથી ભાગી રહ્યા નથી પણ સરકારે અમારી માંગણી પર ધ્યાન આપવું પડશે અને ઠોસ પ્રસ્તાવ સાથે આવવું પડશે.
  Published by:Ashish Goyal
  First published: