નવી દિલ્હી : નવા કૃષિ કાનૂનોને પાછા લેવાની માંગણીને લઈને દેશભરના ખેડૂતો 16 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ કાનૂનો સામે ખેડૂતો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. સુપ્રીમ કોર્ટમાં અરજીકર્તાએ પોતાની અરજીમાં કહ્યું કે આ અધિનિયમ અવૈધ અને મનમાની છે. તેનાથી કૃષિ ઉત્પાદનના સંઘબદ્ધ થવા અને વ્યાવસાયીકરણ માટેનો માર્ગ પ્રશસ્ત થશે. આ કાનૂન અસંવૈધાનિક છે કારણ કે ખેડૂતોને બહુરાષ્ટ્રીય કંપનીઓના કોર્પોરેટ લાલચની દયા પર રાખવામાં આવી રહ્યા છે.
કેન્દ્ર દ્વારા પારિત કરવામાં આવેલ ત્રણ કૃષિ કાનૂનો (Farm Laws)સામે હજુ પણ ખેડૂતો અને સરકાર આમને સામને છે. એક તરફ ખેડૂતો (Kisan Andolan)એ વાતને લઈને અડગ છે કે સરકારે કાનૂન પાછા લેવા જોઈએ. જ્યારે સરકાર કહી રહી છે કે કાનૂન પરત નહીં લઈએ પણ સંશોધન જરૂર કરીશું.
આ પણ વાંચો - અમદાવાદ : કોવિડ સારવારની કિંમતોમાં ઘટાડો કરાયો, જાણો હોસ્પિટલોના નવા દર
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે (Narendra Singh Tomar)વિપક્ષ પર ઇશારોમાં નિશાન સાધતા ખેડૂતોને કોઈની વાતોમાં ના આવી જવાની સલાહ આપી છે. તોમરે કહ્યું કે સરકાર હજુ પણ વાતચીત માટે તૈયાર છે. અમે દરેક સમસ્યા પર વિચાર કરી રહ્યા છે. ભારત સરકારે ઘણો વિચાર કરીને કૃષિ કાનૂન બનાવ્યા છે. ખેડૂતો સાથે વર્ષોથી જે અન્યાય થઈ રહ્યો છે તેને દૂર કરવા આ નવા કાનૂન બનાવ્યા છે.
બીજી તરફ ખેડૂતો 12 ડિસેમ્બરે દેશભરમાં ટોલ નાકાઓને ફ્રી કરવાની તૈયારીમાં છે. જ્યારે 14 ડિસેમ્બરે દેશભરમાં બીજેપી નેતાઓનો ઘેરાવો કરીને જિલ્લા મુખ્યાલયો પર પ્રદર્શનની યોજના છે.
Published by:Ashish Goyal
First published:December 11, 2020, 17:25 pm