Home /News /national-international /પહેલી ફેબ્રુઆરીએ ખેડૂતો સંસદ માર્ચ નહીં કરે, કહ્યું- લાલ કિલ્લાની ઘટના પર માફી માંગીએ છીએ

પહેલી ફેબ્રુઆરીએ ખેડૂતો સંસદ માર્ચ નહીં કરે, કહ્યું- લાલ કિલ્લાની ઘટના પર માફી માંગીએ છીએ

દીપ સિદ્ધુ અને પંજાબ કિસાન મજદૂર સમિતિની ભૂમિકાનો અમે પર્દાફાશ કર્યો- યોગેન્દ્ર યાદવ

દીપ સિદ્ધુ અને પંજાબ કિસાન મજદૂર સમિતિની ભૂમિકાનો અમે પર્દાફાશ કર્યો- યોગેન્દ્ર યાદવ

સંદીપ કુમાર, નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ (Republic Day) પર યોજવામાં આવેલી ખેડૂત ટ્રેક્ટર પરેડ (Farmers Tractor Parade) દરમિયાન થયેલા ઘર્ષણ અને હિંસા બાદ બુધવારે ખેડૂત નેતાઓએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. સંયુક્ત કિસાન મોર્ચાના બેનર હેઠળ ખેડૂત નેતા બલબીર સિંહ રાજેવાલે કહ્યું કે મંગળવારે ગણતંત્ર પરેડમાં 2 લાખથી વધુ ટ્રેક્ટર આવ્યા અને દુનિયાની નજર તેની પર રહી. સરકારે કાવતરા હેઠળ તેને તોડવાનો પ્રયાસ કર્યો. સરકારે પંજાબ કિસાન મજદૂર સમિતિને જાતે પરેડમાં આગળ લાવીને બેસાડ્યા. સરકારની તેમની સાથે સાંઠગાંઠ હતી. અમારા માટે દરેક રૂટ પર અડચણો ઊભી કરવામાં આવી. સરકારે પોતે સૌને લાલ કિલ્લા (Red Fort) અને આઇટીઓ પર તેમને મોકલ્યા અને આ બધાની સામે જ છે. દીપ સિદ્ધુ સરકારનો ખાસ છે. 26 જાન્યુઆરીએ પોલીસ ચોકી પર તમામ પોલીસવાળા ચોકી છોડીને ચાલ્યા ગયા અને તેમણે પોતાનું કામ કરવા દીધું. તેના કારણે અમારી પણ અને દેશની પણ ભાવનાઓને ઠેસ પહોંચી. અમે કોઈ ગુના વગર દેશવાસીઓને ખેદ વ્યક્ત કરીએ છીએ, પરંતુ મોર્ચાનું આંદોલન ચાલુ રહેશે.

30 જાન્યુઆરીએ દેશભરમાં આંદોલનની જેમ જનસભાઓ યોજાશે

તેઓએ કહ્યું કે, અમે નિર્ણય લીધો છે કે 30 જાન્યુઆરીએ દેશભરમાં આંદોલનની જેમ જનસભાઓ કરવામાં આવશે અને એક દિવસના ઉપવાસ રાખવામાં આવશે. હાલ અમે 1 ફેબ્રુઆરીએ સંસદ પર માર્ચનો કાર્યક્રમ રદ કરી દીધો છે. તે હવે ક્યારે યોજાશે તેના વિશે આગામી તારીખ નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો, Tractor Rally Violence: દિલ્હીમાં ક્યારે, કેવી રીતે અને ક્યાં-ક્યાં ભડકી હિંસા- 10 પોઇન્ટમાં જાણો બધું જ

અમે સમગ્ર દેશથી દીપ સિદ્ધુના સામાજિક બહિષ્કારની અપીલ કરીએ છીએ- યોગેન્દ્ર યાદવ

બીજી તરફ, યોગેન્દ્ર યાદવે કહ્યું કે અમારી પરેડ સફળ રહી. તેમાં કેટલીક ઘટનાઓ અમારી યોજના અનુસારની નહોતો. તમે જાણો છો કે અમે આવી ઘટનાઓથી પોતાને અલગ કરી દીધા. તેઓએ કહ્યું કે દીપ સિદ્ધુ અને પંજાબ કિસાન મજદૂર સમિતિની અંદરના રોલનો અમે પર્દાફાશ કર્યો. આ સરકાર તરફથી સુનિયોજીત વ્યક્તિ છે. અમે સમગ્ર દેશથી દીપ સિદ્ધુના સામાજિક બહિષ્કારની અપીલ કરીએ છીએ. તિંરગાનું અપમાન કરવું દેશનું અપમાન છે. 25 જાન્યુઆરીએ તેણે સૌની સામે ઘોષણા કરી દીધી હતી. તેને સજા મળવી જોઈએ.
" isDesktop="true" id="1067530" >

આ પણ વાંચો, નવા કૃષિ કાયદાઓમાં ખેડૂતોની આવક વધારવાની ક્ષમતા, સામાજિક સુરક્ષાની જરૂરિયાત - ગીતા ગોપીનાથ

FIRથી અમને કોઈ તકલીફ નથી

બીજી તરફ, રાકેશ ટિકૈતે કહ્યું ક , અમારું આંદોલન સફળ રહ્યું. સૌનો ધન્યવાદ કરું છું. જો કોઈ ઘટન થઈ છે તો તેના માટે પોલીસ દોષી છે. આ પોલીસનું કાવતરું હતું આંદોલનને બદનામ કરવાનું. FIRથી અમને કોઈ તકલીફ નથી.
First published:

Tags: Farmers Protest, Framers Agitation, Republic day, Republic Day 2021, Tractor March, Tractor Parade, Tractor Rally, દિલ્હી, દિલ્હી પોલીસ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો