ખેડૂતોની સમસ્યાનો ઉકેલ આવશે? કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે આજે બોલાવી કિસાન યૂનિયનની બેઠક

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર

કૃષિ કાયદાની વિરુદ્ધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે કેન્દ્ર સરકારે 14 ઓક્ટોબર અને 13 નવેમ્બરે બે ચરણની વાતચીત કરી હતી, પરંતુ ખેડૂતો પોતાની માંગ પર અડગ રહ્યા છે

 • Share this:
  નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ કાયદાઓ પર ખેડૂતો તરફથી દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આંદોલનકારી ખેડૂતોને 1 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે વાતચીત માટે બોલાવ્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે ખેડૂતો સાથે આગામી ચરણની વાતચીત 3 ડિસેમ્બરે થવાની હતી, પરંતુ ખેડૂત પ્રદર્શન કરી રહ્યા છે અને ઠંડીની સાથે કોરોના વાયરસ સંક્રમણનો ખતરો છે, તેથી મીટિંગ વહેલા હોવી જોઈએ. તેઓએ કહ્યું કે સ્થિતિને જોતાં પહેલા ચરણની વાતચીતમાં સામેલ ખેડૂતોને 1 ડિસેમ્બરે બપોરે 3 વાગ્યે વિજ્ઞાન ભવનમાં વાતચીત માટે બોલાવવામાં આવ્યા છે.

  તોમરે કહ્યું કે, જ્યારે કૃષિ કાયદા બન્યા હતા ત્યારે કેટલાક લોકોએ ખેડૂતોમાં ભ્રમ ફેલાવ્યો હતો. કેન્દ્ર સરકારે 14 ઓક્ટોબર અને 13 નવેમ્બરે ખેડૂતોની સાથે બે ચરણની વાતચીત કરી હતી, તે સમયે પણ સરકારે ખેડૂતોને કહ્યું હતું કે વિરોધ પ્રદર્શનનો રસ્તો ન અપનાવો. સરકાર વાતચીત કરવા માટે તૈયાર છે.

  આ પણ વાંચો, કોરોના વાયરસના વધતા કેસોની વચ્ચે PM મોદી શુક્રવારે કરશે સર્વપક્ષીય બેઠક

  નોંધનીય છે કે કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો આવનારા સમયમાં MSP વ્યવસ્થા સમાપ્ત થવાને લઈ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેમને એવી આશંકા પણ છે કે આ કાયદાઓથી તેઓ ખાનગી કંપનીઓને આધીન થઈ જશે.

  જુઓ વાયરલ વીડિયો, ટ્રાફિક પોલીસને કારની બોનેટ પર એક કિલોમીટર કિમી ઘસેડ્યો

  સિંધુ બોર્ડર પર એક પ્રદર્શનકારી ખેડૂત રણવીર સિંહે કહ્યું કે, મેં એપીએમસીમાં લગભગ 125 ક્વિન્ટલ ખરીફ પાક વેચ્યો છે અને પોતાના બેંક ખાતામાં MSPની ચૂકવણી પ્રાપ્ત કરી છે. પરંતુ શું ગેરંટી કે જો માર્કેટ યાર્ડોની બહાર આ પ્રકારના વેપારની મંજૂરી રહી તો આ MSPની વ્યવસ્થા ચાલુ રહેશે. આ અમારી ચિંતા છે.
  Published by:Mrunal Bhojak
  First published: