ભારતીય જનતા પાર્ટીના સાથી પક્ષ શિવસેનાએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર સામે તીર તાંક્યુ છે અને કહ્યુ કે, નરેન્દ્ર મોદીએ એવુ કહ્યુ હતુ કે, ખેડૂતોની આવક ડબલ કરીશું પણ અત્યારે એવુ થયુ છે કે, ખેડૂતોની આવક તો ડબલ ના થઇ, પણ ખેડૂતોની આત્મહત્યાની સંખ્યા ડબલ થઇ ગઇ”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા જણાવ્યું હતુ કે, તેમની સરકારે ખેડૂતોની આવક ડબલ કરી છે. તેમની સરકારે કૃષિનું બજેટ બમણું કર્યુ છે અને તેમની સરકારનાં નિર્ણયોને કારણે ખેડૂતોની સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે.
શિવ સેનાએ તેના મુખપત્ર સામનામાં મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. સામનામાં એમ લખ્યુ છે કે, આ દેશની જનતા સરકારના ખોટા વચનોથી કંટાળી ગઇ છે અને આ ‘જુમલા’નો કોઇ અંત નથી. દેશ આ પ્રકારની વાતોથી થાકી ગયો છે. તાજતરમાં મોદીએ ખેડૂતી આવક બમણી કરવાની વાત કરી એ કોઇ નવી વાત નથી. ભાજપે 2014ની લોકસભાની ચૂંટણીના ઢંઢેરામાં પણ આ વાત કહી હતી. ભાજપ તેની જૂની રેકર્ડ વગાડ્યા કરે છે. જે ખેડૂતો ભાજપને સત્તા પર લાવ્યા હતા તે ભાજપ અત્યારે કોમામાં જતો રહ્યો છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાત તો એક બાજુ પર રહી, પણ તેમની હાલત ઉલટાની બગડી રહી છે.”
શિવસેનાએ તેના મુખપત્રમાં વધુમાં લખ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં એવું કહેવાની જરૂર હતી કે, ખેડૂતોની આવક ડબલ કરવા માટે તેમણે કેવાં પગલા લીધા છે. મોદી સરકારે લીધેલા પગલાની અસર ગ્રાઉન્ડ પર દેખાતી નથી.
શિવસેનાએ એવો પણ આક્ષેપ કર્યો કે બેંકો ખેડૂતોની લોન આપતી નથી. બેંક ઉદ્યોગપતિઓને લોન આપે છે પણ ખેડૂતોને આપતી નથી. આ એક ભેદભાવ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર