શા માટે ખેડૂતે પોતાની જ ચિતા સળગાવી કરી આત્મહત્યા?

News18 Gujarati
Updated: November 12, 2018, 12:09 PM IST
શા માટે ખેડૂતે પોતાની જ ચિતા સળગાવી કરી આત્મહત્યા?
ખેડૂતે પોતાનાં જ ખેતરમાં પોતાની જ ચિતા સળગાવીને આત્મહત્યા કરી છે.

અધિકારીએ કહ્યું કે ખેડૂતે કૃષિ લોનની માફી માટે રાજ્ય સરકારની યોજના હેઠળ ઑનલાઇન અરજી પણ કરી હતી પરંતુ તેનું નામ લાભાર્થીની યાદીમાં ન આવ્યું.

  • Share this:
કહેવાતા 'કૃષિપ્રધાન' દેશ ભારતમાં મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં દેવામાં ફસાયેલા એક ખેડૂતે પોતાનાં જ ખેતરમાં પોતાની જ ચિતા સળગાવીને આત્મહત્યા કરી છે. પોલીસનાં એક અધિકારીએ રવિવારે જણાવ્યું કે, મૃતકનું નામ પી. રામાલુ બોલપિલવડ છે. તે પરોક્ષ રૂપે એટલા માટે પરેશાન હતો કે તેનાં પાકનું ઉત્પાદન નબળું હોવાથી તે લૉન ન ચુકવી શકતો હતો. ઉક્ત લોન બેંકો અને સહકારી સમાજ પાસેથી લેવામાં આવી હતી.

અન્ય એક અધિકારીનું કહેવું છે કે, ખેડૂતે પોતાની ખેતી લૉનની માફી માટે રાજ્ય સરકારની એક યોજના હેઠળ ઓનલાઈન આવેદન પણ આપ્યું હતું. પરંતુ તેમનું નામ લાભાર્થીઓની યાદીમાં ન હતું. આ બધી વમાસણમાં અંતે ખેડૂતે અંતિમ પગલું લીધું.

સ્વાભાવિક છે કે કહેવાતા "કૃષિપ્રધાન" દેશ ભારતમાં આજે સરકાર માટે ખેડૂત અને ખેતી કીમતી સંપદા હોવાની જગ્યાએ માત્ર ચુંટણી માટેનું મોહરું બની ગયા છે. કેટલીક જાગૃત સંસ્થા અને વ્યક્તિઓ ખેડૂત અને ખેતીમાં અસાધારણ પરિવર્તન લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ દેશમાં ઘણા બધા ખેડૂતો તેમના આ પ્રયત્નથી વંચિત છે. આશા છે કે સરકાર 2019ની ચૂંટણી માટે હિંદુ-મુસ્લિમની જગ્યાએ ખેતી અને ખેડૂતને ચૂંટણીનો મુદ્દો બનાવે જેથી ખેડૂત આત્મહત્યાની જ્ગ્યાએ ખેતી-વિકાસ માટે પ્રેરિત થાય.
First published: November 12, 2018, 12:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading