ખેડૂતો તમિલનાડુને દુષ્કાળથી બચાવી શકે છે : સદગુરુ, ઇશા ફાઉન્ડેશન

News18 Gujarati
Updated: July 23, 2019, 10:22 AM IST
ખેડૂતો તમિલનાડુને દુષ્કાળથી બચાવી શકે છે : સદગુરુ, ઇશા ફાઉન્ડેશન
તસવીર સૌજન્ય : ઈશા ફાઉન્ડેશન

કાવેરી વિશે તમિળમાં એક ખૂબ સુંદર કહેવત છે: "કાવેરી ચાલતી આવે તો જ, સમૃદ્ધિ છે. જો તે દોડતી આવે, તો તે એક આપત્તિ છે.

  • Share this:
છેલ્લા કેટલાક વર્ષોમાં, આપણે તમિલનાડુને બે ભિન્ન વિપરીત સમસ્યાઓનો સામનો કરતાં જોયું છે. ડિસેમ્બર 2015 માં, રાજ્યમાં મોટા પાયે પૂર આવ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં, અમે ચેન્નાઇમાં પાણી ખતમ થવાનું સાંભળ્યું છે. 2016 માં પણ, તમિલનાડુને દુકાળનો સામનો કરવો પડ્યો હતો

દુષ્કાળ અને પૂરના વૈકલ્પિક તબક્કાનો આ ચક્ર, એ એક ક્લાસિક કેસ છે, કે આપણે કેવી રીતે પાણીનું સંચાલન કરવા માટે ધ્યાન આપ્યું નથી. પાણી એક સંસાધન છે જેનું સંચાલન કરવું જરૂરી છે. પરંતુ આપણે તેના વિશે ત્યારે જ વિચારીએ છીએ જ્યારે એ ખતમ થઈ જાય છે. કોઈ સંસાધન એક ચોક્કસ સાધન નથી, જ્યાં સુધી આપણે તેનું સંચાલન સરખી રીતે ના કરીએ.

નદીઓ, તળાવો અને કુવાઓ માત્ર પાણીના સ્ત્રોત નથી. એ પાણીના ગંતવ્ય છે. આપણા દેશમાં, પાણીનો એકમાત્ર સ્ત્રોત ચોમાસાનો વરસાદ છે, સિવાય કે હિમનદીઓમાંથી 4% જેટલું આવે છે. બાકીના 96% ચોમાસામાંથી આવે છે જે 50-60 દિવસોમાં રેડવામાં આવે છે. આપણે વર્ષનાં તમામ 365 દિવસો સુધી એને બચાવી રાખવું જોઈએ.

જો આપણે આ પાણી સાચવી રાખવા માંગીએ છીએ, તો હમણાં આપણે એ ડેમ બાંધીને કરી રહ્યા છીએ, જે કામ કરતું નથી. આપણા ડેમનો આશરે 20% ભાગ કચરાથી/માટીથી ભરાયેલા છે. કૃત્રિમ પદ્ધતિ લાંબા સમય સુધી કામ કરશે નહીં. પાણી સાચવવાનો એકમાત્ર ટકાઉ માર્ગ જમીન પર પૂરતી વનસ્પતિ ઉગાડીને છે. જો જમીન છોડ અને પ્રાણીના કચરામાંથી બનતા કાર્બનિક પદાર્થથી સમૃદ્ધ હોય, તો તે પાણીને જાળવી રાખશે, જે ભૂગર્ભજળમાં અને પછી નદીમાં પરિવર્તીત થાય છે.

તેથી નદી પાણીનો સ્રોત નથી, તે ગંતવ્ય છે. તે ગંતવ્ય સુધી જેટલું ધીમે ધીમે પહોંચશે તેનાથી નિર્ધારિત થશે કે વર્ષમાં કેટલા દિવસમાં નદીમાં પાણી રહેશે. હમણાં પૂરતા વનસ્પતિ નથી, તેથી વરસાદનું પાણી ખૂબ જ ઝડપથી નદીમાં વહે છે, જેનાથી પૂર આવે છે.

કાવેરી નદી (ફાઇલ તસવીર)
કાવેરી વિશે તમિળમાં એક ખૂબ સુંદર કહેવત છે: "કાવેરી ચાલતી આવે તો જ, સમૃદ્ધિ છે. જો તે દોડતી આવે, તો તે એક આપત્તિ છે. "જો તમે સ્રાવ વાળા વિસ્તારમાં નોંધપાત્ર વનસ્પતિ હોય તો જ તેને ચલાવી શકો છો. કેચમેન્ટનો/સ્રાવનો અર્થ ફક્ત એક ખીણ નથી જ્યાં નદી ઊભી થાય છે. ઉષ્ણકટિબંધીય આબોહવામાં (ટ્રોપીકલ કલાઇમેટ) દરેક ચોરસ ઇંચની જમીન સ્રાવ છે. જ્યાં પણ તમારી પાસે વૃક્ષો અને અન્ય વનસ્પતિ હોય ત્યાં પાણી જમીનમાં ભળી જશે. જો ત્યાં કોઈ વૃક્ષો ન હોય, તો પાણીનું ધોવાણ થશે.

અભ્યાસો કહે છે કે જો કોઈ વિસ્તારમાં 10,000 વૃક્ષો હોય, તો 38 મિલિયન લિટર પાણી જમીનમાં દાખલ થશે. કાવેરી એ 83,000 ચો.કિ.મી. વિસ્તારમાં છે અને અમે 87% વૃક્ષના આવરણને કાપી નાખ્યા છે. કલ્પના કરો કે આપણે કેટલું પાણી ગુમાવી રહ્યા છીએ! પાણીની તંગી ફક્ત ઉનાળામાં જ ધ્યાન આપવાની બાબત નથી. તમે માત્ર જુઓ કે ચોમાસા પછી પણ કેટલુ પાણી વહી જાય છે. આપણે ત્યારે જ સાવચેત થવું જોઈએ. કમનસીબે, જ્યારે આપણે પીવા માટે પાણી ખતમ થઈ જાય છે ત્યારે જ આપણે જાગીએ છીએ.

ચેન્નઈનું ઉદાહરણ લો. એક સમયે, તેઓ કહે છે કે ચેન્નઈમાં 1500 થી વધુ તળાવો અને સરોવર હતા. તેમાંના હવે તમને એક પણ નહીં દેખાય. આ તેના કારણે છે કે આપણે કુદરતી પાણી કેવી રીતે વહે છે તે સમજ્યા વિના બેજવાબદારીથી શહેરો વિકસિત કર્યા છે.

તસવીર સૌજન્ય : ઇશા ફાઉન્ડેશન


હવે આપણે સ્વાભાવિક પ્રતિક્રિયાઓ દ્વારા પગલાં લઈ રહ્યા છીએ. તમે ઘણાં લોકો તળાવો અને સરોવરને ઊંડો કરવા વિશે વાત કરતા જોશો. આ માત્ર તમિળનાડુમાં જ નથી, તે દરેક જગ્યાએ થઈ રહ્યું છે. આ બધી વસ્તુઓ કરવાની જરૂર છે, પરંતુ જો આપણે મૂળભૂત બાબતોને ન જોઈએ, તો આ પ્રકારની વસ્તુઓ લાંબા સમય સુધી કામ કરશે નહીં.

તળાવોમાં ફીડર સ્ટ્રીમ હતી જે તેમાં સમગ્ર વર્ષ દરમિયાન પાણી આપતી હતી. તે બધી ફીડર લાઇન હવે જતી રહી છે કારણ કે આપણે તેમના ઉપર ઘરો અને ઇમારતો બનાવી દીધી છે. જો તમે ફક્ત તળાવને ઊંડા કરો છો, તો ચોમાસું દરમિયાન પાણી આવશે, પરંતુ બાકીના વર્ષોમાં તે આવશે નહી.

ફક્ત બે મોટા તળાવોના આધારે 7 મિલિયન લોકોનું શહેર ટકી શકે નહી. આપણે ખાતરી કરવી પડશે કે ભૂગર્ભજળ ઊંચું આવે. તે માત્ર ત્યારે જ થશે જ્યારે ચોમાસાનું પાણી જમીનમાં ઉતરતું રહે. બીજો કોઈ રસ્તો નથી. ટૂંકા ગાળા માટે આપણે ચેક ડેમ્સ બનાવી શકીએ છીએ અને પાણીણે અંદર ઉતારવા માટે જમીનની રૂપરેખાનો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ મૂળભૂત રીતે, તે વનસ્પતિ - ઘાસ, ઝાડ અને વૃક્ષો મૂળ સ્થાને - તે જરૂરી છે.

શું તેનો અર્થ એ કે આપણે બધે જ જંગલો પાછા લાવવા પડશે? તે શક્ય જ નથી. એકમાત્ર રસ્તો છે એગ્રોફોરેસ્ટ્રી. જો આપણે ખેડૂતોને કાર્બનિક વૃક્ષ આધારિત કૃષિમાં સ્થળાંતર કરવા પ્રોત્સાહિત કરીએ છીએ, તો પ્રાણીઓ અને વૃક્ષોમાંથી કાર્બનિક સામગ્રી સતત જમીનને ફરીથી પોષિત કરશે.

વૃક્ષ આધારિત કૃષિ તરફ સ્થળાંતર કરવું માત્ર જમીન અને નદીને પોષિત કરતું નથી, તે ખેડૂતની આવકમાં ત્રણથી આઠ ગણો વધારો પણ કરી શકે છે. જો વૃક્ષ આધારિત કૃષિના મોટા પાયે પ્રદર્શનો બનાવવામાં આવે છે જે દર્શાવે કે ખેડૂતોની આવક કેવી રીતે વધારી શકાય, દેશભરમાં ખેડૂતો કુદરતી રીતે તેને સ્વીકારશે.

આ માટે અમે "કાવેરી કૉલિંગ" નામની ઝુંબેશ શરૂ કરી રહ્યા છીએ. અમે કાવેરીને પુનર્જીવિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. અમે વિશ્વને બતાવવા માંગીએ છીએ કે દસથી બાર વર્ષમાં, તમે વાસ્તવમાં નદીને નોંધપાત્ર રીતે પુનર્જીવિત કરી શકો છો, અને સાથે જ, ખેડૂતોની આવકને વધારી શકો છો. સૌથી મહત્વની વાત એ છે કે આ ઇકોલોજી વિરુદ્ધ અર્થતંત્ર નથી. જમીનના માલિક માટે પુનર્જીવિત પરિસ્થિતિવિજ્ઞાન ખૂબ જ આકર્ષક હોઈ શકે છે. આ એ છે જે આપણે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

પ્રતિકાત્મક તસવીર


જો કે, આ પગલું લેવા માટે ખેડૂતોને હજી પણ સપોર્ટની જરૂર પડશે. ખેડૂત ફક્ત તેમની આજીવિકા માટે કામ કરે છે. આપણે તેમનાથી નદી અથવા પર્યાવરણને બચાવવા માટે અપેક્ષા રાખી ના શકયે. સરકારોને શિક્ષણ પૂરું પાડવું પડશે અને આ પ્રયત્નોને ત્રણથી પાંચ વર્ષ માટે પ્રોત્સાહિત કરવું પડશે.

મારા બાળપણથી જ, હું હંમેશાં કુદરત, જંગલો અને નદીઓના ખૂબ જ નજીક રહ્યો છું, ખાસ કરીને કાવેરી. જ્યારે હું જોઉ છું કે નદીઓને શું થઈ રહ્યું છે, તે મારા હૃદયને પીડા આપે છે. આપણે એ જાણવાની જરૂર છે કે આપણી નદીઓ રાષ્ટ્રીય ખજાનો છે. પાણી કોઈ સમાન નથી, તે જીવન બનાવવાની સામગ્રી છે. માનવ શરીર 72% પાણી છે. તમે પાણીથી બનેલા છો. અને આ ગ્રહ પર, નદીઓ એ જળાશયો છે જેની સાથે આપણો સૌથી નજીકનો સંબંધ છે. હજારો વર્ષોથી, આ નદીઓએ આપણે અપનાવી અને પોષણ આપ્યું છે. હવે સમય આવી ગયો છે જ્યારે આપણી નદીઓને અપનાવી અને પોષવું પડશે. કાવેરી કૉલ કરી રહી છે, શું તમારી પાસે સાંભળવા માટે હૃદય છે ...

ભારતની 50 સૌથી શક્તિશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ એક યોગી, મિસ્ટિક, વિઝનરી (સ્વપ્નદ્રષ્ટા) અને બેસ્ટસેલિંગ લેખક છે. તેમની પ્રશંસનીય અને બહુમૂલ્ય સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017માં તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મ વિભૂષણ’થી નવાજવામાં આવ્યા છે.
First published: July 23, 2019, 8:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading