ખેડૂતોએ જાપાન સરકારને લખ્યું; બુલેટ ટ્રેન માટે ભારતને પૈસા ના આપો

પ્રતિકાત્મક તસવીર

આ બુલેટ ટ્રેન માટે અંદાજે 1400 હેક્ટર જમીન સંપાદન કરવી પડશે. જેમાં 1120 હેક્ટર જમીન ખાનગી માલિકીની છે.

 • Share this:
  અમદાવાદથી મુંબઇ વચ્ચેની બુલેટ ટ્રેનના પ્રોજેક્ટો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતો તેમની ફળદ્રુપ જમીન આપવા તૈયાર નથી અને હવે આ અસરગ્રસ્ત ખેડૂતોએ જાપાનની સરકારને પત્ર લખ્યો છે અને આરોપ કર્યો છે કે, જાપાનની એજન્સીની માર્ગદર્શિકાઓનું આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં ઉલંઘન થઇ રહ્યું છે. તેથી, જાપાનની જે એજન્સી આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ફંડ આપી રહી છે તેણે આ પૈસા ભારત સરકારને ન આપવા માટે વિનંતી કરી છે.

  ખેડૂતોએ આ પત્ર જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (જિકા)ને લખ્યો છે. આ એજન્સીએ બુલેટ ટ્રેન માટે 1.10 લાખ કરોડની સોફ્ટ લોન આપી છે. ખેડૂતોએ ‘જિકા’ને કહ્યું છે કે, જ્યાં સુંધી જાપાનની એજન્સીની માર્ગદર્શિકાનો ભારત સરકાર સંપૂર્ણ અમલ ન કરે ત્યાં સુંધી આ લોનની રકમ ન આપવા વિંનતી કરી છે.

  આ પણ વાંચો:

  મોદીની બુલેટ ટ્રેન એક જાદુઇ ટ્રેન છે, જે ક્યારેય બનવાની નથી: રાહુલ ગાંઘી

  બુલેટ ટ્રેન મામલો: ગુજરાતના નવસારી, વલસાડ, સુરતના ખેડૂતોએ જમીન આપવા ઈન્કાર કર્યો

  આ પત્ર ખેડૂતોના હક્કો માટે લડતા આનંદ યાજ્ઞિકે લખ્યો છે. ખેડૂતોએ આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ગુજરાત હાઇકોર્ટમાં પણ પડકાર્યો છે. યાજ્ઞિકે જણાવ્યું કે, “ખેડૂતોએ આ પત્ર જાપાન સરકારને લખ્યો છે. ખેડૂતોએ જાપાનના ભારતના રાજૂદતની મુલાકાતનો સમય પણ માંગ્યો છે. ખેડૂતોએ જાપાનના રાજૂદતને આ બુલેટ ટ્રેનના  પ્રોજેક્ટથી ખેડૂતોનું નુકશાન થવાનું છે તે વિશે સ્થળ પર આવી જાણકારી મેળવવા માટે આંમત્રણ પણ આપ્યું છે.” આ માર્ગદર્શિકાઓમાં એક નિયમ એવો પણ છે કે, આ પ્રોજેક્ટના અમલીકરણથી પર્યાવર્ણીય અને સામાજિક શું અસર થશે તેનો અભ્યાસ કરવા માટે એક કમિટીની રચના કરવાની હોય છે. ખેડૂતોનો આરોપ છે કે, સરકારે આવી કમિટીની રચના કરી નથી.

  આ બુલેટ ટ્રેન માટે અંદાજે 1400 હેક્ટર જમીન સંપાદન કરવી પડશે. જેમાં 1120 હેક્ટર જમીન ખાનગી માલિકીની છે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનનાં વડાપ્રધાન શિન્ઝો એબેએ સપ્ટેમ્બર 2017માં કર્યું હતું.
  Published by:Vijaysinh Parmar
  First published: