ખેડૂતો આનંદો: 29 મેના રોજ કેરળમાં ચોમાસુ બેસી જશે

 • Share this:
  વરસાદની ચાતક નજરે રાહ જોતાં ખેડૂતો માટે આંનદના સમાચાર છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે 29 મેના રોજ કેરળમાં વરસાદ શરૂ થઇ જશે. ચોમાસા પર ભારતનું અર્થતંત્ર નિર્ભર છે અને આ ચોમાસુ દેશની આગામી આર્થિક વ્યવસ્થા નક્કી કરે છે. દેશનો 70 ટકા ખેતીનો વિસ્તાર આ ચોમાસાના વરસાદ પર નભે છે. ભારત દેશ એશિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે. દેશના મોટાભાગના ખેડૂતો તેમના પાક માટે વરસાદ પર આધાર રાખે છે.

  હવામાન ખાતાની આગાહી પ્રમાણે આ વર્ષે ચોમાસુ સારુ રહેશે એટલે દુષ્કાળ નહીં પડે. વરસાદ સારો પડશે એનો મતલબ કે ખેતીની આવક વધશે અને દેશના અર્થતંત્રને ફાયદો થશે. સામાન્ય રીતે 1 જુનના રોજ ચોમાસુ કેરળમાં બેસે છે પણ આ વર્ષે ત્રણ દિવસ વહેલા ચોમાસુ બેસશે. ચોમાસુ બેઠા પછીના પંદર દિવસમાં જ આ વરસાદ અડધા દેશને આવરી લે છે. ચોખા, સોયાબીન અને કપાસને આ વરસાદથી ખૂબ મોટો ફાયદો થાય છે.

  સારા વરસાદને લીધે મોંઘવારી અને ફુગાવો ઘટે છે અને ખેતીની આવક વધે છે. ખેડૂતોની આશા જીવંત રહે છે. સારુ ચોમાસુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 2019ની ચૂંટણીમાં પણ મદદ કરશે. કેમ કે, ખરાબ ચોમાસુ સત્તા પર હોય તે પક્ષને નુકશાન કરે છે.

  ખેડૂતો માટે આ ચોમાસુ ખુબ મહત્વનું બની રહેશે. અનેક રાજ્યો પાણીની સમસ્યાથી પસાર થઇ રહ્યા છે અને વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.
  Published by:kiran mehta
  First published: