કિસાન આંદોલન : સોમવારથી ક્રમિક ભૂખ હડતાળ કરશે ખેડૂતો, કહ્યું- મન કી બાત કાર્યક્રમ દરમિયાન વગાડીશું થાળી

કિસાન આંદોલન : સોમવારથી ક્રમિક ભૂખ હડતાળ કરશે ખેડૂતો, કહ્યું- મન કી બાત કાર્યક્રમ દરમિયાન વગાડીશું થાળી
તસવીર - એપી

ખેડૂત સંગઠનોએ કહ્યું કે તે 25 થી 27 ડિસેમ્બર સુધી હરિયાણામાં બધા ટોલ પ્લાઝાને મફત કરી દેશે

  • Share this:
    નવી દિલ્હી : નવા કૃષિ કાનૂનો (Farm Laws) સામે પ્રદર્શન દરમિયાન જાન ગુમાવનારને નમન કરવા માટે પંજાબ અને હરિયાણામાં ખેડૂતોએ રવિવારે શ્રદ્ધાંજલિ દિવસ મનાવ્યો હતો. આ સાથે ખેડૂત સંગઠનોએ કહ્યું કે તે 25 થી 27 ડિસેમ્બર સુધી હરિયાણામાં બધા ટોલ પ્લાઝાને મફત કરી દેશે. આ સાથે ખેડૂતોએ જાહેરાત કરી છે કે તે ક્રમિક ભૂખ હડતાળ પર કરશે. કિસાન સંગઠનોએ (Farmer Unions) એનડીએના સહયોગીઓનો બોયકોટ કરવાની અપીલ કરી છે.

    કિસાન યૂનિયનોએ પોતાના વિરોધ પ્રદર્શનના 25માં દિવસે સિંધૂ બોર્ડર (Singhu Border) પર એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા લોકોને અપીલ કરી કે તે 27 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (PM Narendra Modi)મન કી વાત કાર્યક્રમ (Mann Ki Baat)દરમિયાન વાસણ વગાડે.



    આ પણ વાંચો - Exclusive: અમિત શાહે રાજનીતિક હત્યાઓ પર કરી મોટી વાત, બંગાળમાં બહુમતથી સરકાર બનાવવાનો દાવો

    કિસાન નેતા જસબીર સિંહ ભટ્ટીએ કહ્યું કે સરકાર ખેડૂતોને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહી છે. કિસાન આવી ઠંડીમાં વિરોધ કરી રહ્યા છે. સરકારે અમારા વિશે વિચાર કરવો જોઈએ પણ તે અમને બદનામ કરવામાં વ્યસ્ત છે. હું કૃષિ મંત્રી અને સરકારને અપીલ કરું છું કે તે પોતાનો અહંકાર છોડે. હું યુવાઓ અને બાળકોને શાંતિ રહેવાની અપીલ કરું છું.

    સ્વરાજ ઇન્ડિયાના પ્રમુખ યોગેન્દ્ર યાદવે કહ્યું કે સોમવારે બધા પ્રદર્શન સ્થળો પર ખેડૂતો એક દિવસની ક્રમિક ભૂખ હડતાળ કરશે. તેની શરૂઆત અહીં પ્રદર્શન સ્થળ પર 11 સભ્યોનું એક દળ કરશે. કિસાન નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે નવા કૃષિ કાનૂનોનો વિરોધ કરી રહેલા ખેડ઼ૂતો 23 ડિસેમ્બરે કિસાન દિવસ મનાવશે. અમે લોકોને વિનંતી કરીએ છીએ કે આ દિવસે બપોરનું ભોજન ના બનાવે.
    Published by:Ashish Goyal
    First published:December 20, 2020, 22:41 pm