Kisan Andolan: કિસાન નેતા રાકેશ ટિકૈતની જાહેરાત- ઓક્ટોબર પહેલા ખતમ નહીં થાય આંદોલન
કિસાન નેતા રાકેશ ટિકૈતની જાહેરાત- ઓક્ટોબર પહેલા ખતમ નહીં થાય આંદોલન
શિવસેનાના નેતા સંજય રાઉતે મંગળવારે દિલ્હી-ઉત્તર પ્રદેશ સરહદ પર ગાજીપુરમાં ખેડૂતોના પ્રદર્શન સ્થળ પર ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈત સાથે મુલાકાત કરી
નવી દિલ્હી : ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait)મંગળવારે કહ્યું કે ખેડૂત આંદોલન (Farmers Movement)ઓક્ટોબર પહેલા ખતમ થશે નહીં અને અમારો નારો છે કે કાનૂન વાપસી નહીં તો ઘર વાપસી નહીં. આ પહેલા શિવસેનાના નેતા સંજય રાઉતે (Sanjay Raut)મંગળવારે દિલ્હી-ઉત્તર પ્રદેશ સરહદ પર ગાજીપુરમાં ખેડૂતોના પ્રદર્શન સ્થળ પર ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈત સાથે મુલાકાત કરી હતી. વિરોધ સ્થળ પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. રાઉત બપોરે એક કલાકે ત્યાં પહોંચ્યા હતા અને મંચ પાસે ટિકૈત અને અન્ય પ્રદર્શનકારીઓ સાથે મુલાકાત કરી હતી.
સંજય રાઉતે કહ્યું કે 26 જાન્યુઆરી પછી જે રીતે અહીં તોડફોડ થઈ, ટિકૈત અને આંદોલન પર દમન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અમે અનુભવ્યું કે ખેડૂતો સાથે ઉભા રહેવું આખા મહારાષ્ટ્ર, શિવસેના અને ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)સાહેબ તરફથી સમર્થન કરવું અમારી જવાબદારી છે.
ટિકૈતે કહ્યું કે ખેડૂતોનો વિરોધ રાજનીતિક નથી અને કોઈ રાજનીતિક દળના નેતાને મંચ પર સ્થાન કે માઇક આપવામાં આવ્યું નથી. 2019 સુધી ભાજપાના નેતૃત્વવાળા એનડીએના પ્રમુખ સહયોગી શિવસેના એ 19 વિપક્ષી દળોમાંથી એક છે જેમણે 29 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કર્યો હતો અને ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું છે.
" isDesktop="true" id="1068986" >
દિલ્હીની સરહદો પર ખેડૂતોના પ્રદર્શન સ્થળને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. પોલીસે ત્યાં સુરક્ષાની વ્યવસ્તા જબરજસ્ત કરી છે. બેરિકેડની સંખ્યા પણ વધારી દીધી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર