નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવે (Raosaheb Danve)એ બુધવારે દાવો કર્યો કે ત્રણ નવા કૃષિ કાયદા (Agriculture Laws)ને પરત લેવાની માંગને લઈ ચાલી રહેલા ખેડૂતોના વિરોધ પ્રદર્શન (Farmers Protest) પાછળ ચીન (China) અને પાકિસ્તાન (Pakistan)નો હાથ છે. તેઓએ એવો પણ આરોપ લગાવ્યો કે સંશોધિત નાગરિકતા અધિનિયમ (CAA) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટ્રેશન (NRC)ને લઈને પહેલા મુસલમાનોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા, પરંતુ આ પ્રયાસ સફળ થયો નહીં. તેઓએ કહ્યું કે હવે ખેડૂતોને કહેવામાં આવી રહ્યું છે કે નવા કાયદાના કારણે તેમને નુકસાન થશે.
દાનવેએ મહારાષ્ર્મના જાલના જિલ્લાના બદનાપુર તાલુકામાં કોલ્ટે તકલી સ્થિત એક સ્વાસ્થ્ય કેન્દ્રના ઉદ્ઘાટના દરમિયાન આ વાત કહી. તેઓએ કહ્યું કે, જે આંદોલન ચાલી રહ્યું છે, તે ખેડૂતોનું નથી. તેની પાછળ ચીન અને પાકિસ્તાનનો હાથ છે. આ દેશમાં મુસલમાનોને પહેલા ભડકાવવામાં આવ્યા. (તેમને) શું કહેવામાં આવ્યું? એનઆરસી આવી રહ્યું છે. સીએએ આવી રહ્યું છે અને 6 મહિનામાં મુસલમાનોને આ દેશ છોડવો પડશે. શું એક પણ મુસ્લિમે દેશ છોડ્યો?
આ પણ વાંચો, સિયાચિનમાં જવાન શહીદ, ગર્ભવતી પત્નીએ વીડિયો કૉલ કરીને કર્યા અંતિમ દર્શન
તેઓએ કહ્યું કે, એ પ્રયાસ સફળ નથી થયા અને હવે ખેડૂતોને કહેવામાં આવી રહ્યું છે કે તેમને નુકસાન સહન કરવું પડશે. આ બીજા દેશોનું કાવતરું છે. જોકે મંત્રીએ આ વિશે વિસ્તારથી ન જણાવ્યું કે કયા આધાર પર તેઓએ આ દાવો કર્યો છે કે ખેડૂતોના વિરોધ પાછળ બંને પડોશી દેશો છે. દાનવેએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના વડાપ્રધાન છે અને તેમનો કોઈ પણ નિર્ણય ખેડૂતોની વિરુદ્ધ નહીં હોય.
આ પણ વાંચો, જાનૈયાઓની બોલેરો કૂવામાં ખાબકી, 6 લોકોનાં કરૂણ મોત, 3 ઘાયલ
ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં ચીન અને પાકિસ્તાનને ખેંચવા માટે દાનવે પર કટાક્ષ કરતાં શિવસેના પ્રવક્તા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંતે કહ્યું કે મહારાષ્ર્તમાં સત્તા ગુમાવવાના કારણે બીજેપી નેતા પોતાના હોશમાં નથી. તેમને ખબર જ નથી કે તેઓ શું બોલી રહ્યા છે.
Published by:Mrunal Bhojak
First published:December 10, 2020, 07:16 am