નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓની (New Agriculture Law) વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતો (Farmers Protest) કેન્દ્ર સરકારની વિરુદ્ધ મોરચા માટે તૈયારીની સાથે દિલ્હી કૂચ કરી રહ્યા છે. ખેડૂતો લાંબી લડાઈની તેયારી કરીને આવ્યા છે. ટ્રોલિયોમાં રેશનની સાથોસાથ, કપડા, સાબુ, એમ્બયૂલન્સ અને ડૉક્ટરોની પણ વ્યવસ્થા ઊભી કરી છે. ખેડૂતોનું એક સમૂહ કપૂરથલામાં પોતાની સાથે એમ્બ્યૂલન્સ, એક ડૉક્ટર અને દવાઓનું આખું કાર્ટન લઈને આવ્યા છે. કોઈને પણ સ્વાસ્થ્ય સંબંધી તકલીફ ઊભી થાય તો તેને તાત્કાલિક મદદ માટે ખેડૂતોએ વ્યવસ્થા ઊભી કરી છે.
આવો જાણીએ ખેડૂતોએ લાંબી લડાઈ લડવા માટે કેવી તૈયારીઓ કરી છે...
1. દિલ્હી-હરિયાણા સરહદ પર સિંધુ બોર્ડર પર ખેડૂત હજુ પણ મોટી સંખ્યામાં એકત્ર થયેલા છે. અહીં ટ્રેક્ટર ટ્રોલી સાથે લાંબી લાઇનો જોવા મળી રહી છે. તાડપત્રીથી ઢાંકેલી ટ્રોલીમાં રેશન, દવાઓ, ઇંધણ વગેરે સામાન રાખવામાં આવ્યો છે.
2. ખેડૂતોની સાથે તેમની રોજબરોજનો પણ સામાન છે. ગરમ ઢાબળા, ચંપલ, ટૂથપેસ્ટ, સાબુ અને કપડા ધોવા માટે ડિટર્જન્ટ પણ સાથે છે.
આ પણ વાંચો, Farmers Protest: રાજસ્થાનની નાની બાળકીએ ખેડૂત આંદોલનના સમર્થનમાં ભર્યો હુંકાર
3. ખેડૂતોએ પીવાના પાણીની પણ વ્યવસ્થા ઊભી કરી છે. ખેડૂતો માટે મિનરલ વોટરની પણ વ્યવસ્થા છે. સાથોસાથ એક ડૉક્ટર પણ હાજર છે જે કોઈની પણ તબિયત બગડતાં તેની સારવાર કરવા માટે ઉપલબ્ધ છે.
4. ખેડૂતોમાં માસ્ક પણ વહેંચવામાં આવી રહ્યા છે. સાથોસાથ કોરોનાને લઈને યોગ્ય સતર્કતા રાખવામાં આવી રહી છે. અનેક સ્થળે સામૂહિક રસોડા પણ ચાલી રહ્યા છે જ્યાં લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.
5. ખેડૂતોનું કહેવું છે કે તેમની પાસે 6 મહિનાનું રેશન છે. એવામાં એવું માનવામાં આવી રહ્યું છે કે ખેડૂત લાંબી લડાઈ માટે તૈયારી કરીને આવ્યા છે.
આ પણ જુઓ, Viral Video: એમ્બ્યૂલન્સમાં ઘૂસીને સારવાર કરવા લાગ્યો વાંદરો, દર્દીના ઉડ્યા હોશ!
6. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માંગ સ્વીકારાશે નથી ત્યાં સુધી દેશભરમાં આંદોલન તેજ કરવામાં આવશે. મંગળવારે સરકાર સાથે મળેલી બેઠકમાં 35 ખેડૂત નેતાઓએ ભાગ લીધો હતો. ખેડૂત દિલ્હીની સરહદ પર પોતાની માંગોને લઈ આંદોલન કરી રહ્યા છે. તેમનું વિરોધ પ્રદર્શન છઠ્ઠા દિવસે પણ ચાલુ રહ્યું. બેઠક બાદ અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિએ એક નિવેદનમાં કહ્યું કે મંત્રણા અનિર્ણાયક રહી અને સરકારનો પ્રસ્તાવ ખેડૂત સંગઠનોએ સ્વીકાર્યો નથી.