Farmer Protest: ભારતીય કિસાન યૂનિયનનું મોટું નિવેદન, કહ્યું - અમે મોદી જી ના સશર્ત નિમંત્રણનો અસ્વીકાર કર્યો

Farmer Protest: ભારતીય કિસાન યૂનિયનનું મોટું નિવેદન, કહ્યું - અમે મોદી જી ના સશર્ત નિમંત્રણનો અસ્વીકાર કર્યો
Farmer Protest: ભારતીય કિસાન યૂનિયનનું મોટું નિવેદન, કહ્યું - અમે મોદી જી ના સશર્ત નિમંત્રણનો અસ્વીકાર કર્યો

કિસાનોએ પોતાની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલું રાખવાનો નિર્ણય કર્યો

  • Share this:
    નવી દિલ્હી : કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાનૂનો સામે પંજાબ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાથી આવેલા કિસાન દિલ્હી ચલો માર્ચ અંતર્ગત રાજધાની દિલ્હીની બોર્ડર પર છે. કિસાનોએ પોતાની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલું રાખવાનો નિર્ણય કર્યો છે. હરિયાણાની ખાપ પંચાયતો પણ આ આંદોલનમાં ભાગ લેવા માટે મંગળવારે દિલ્હી કૂચની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ કેન્દ્ર સરકાર તરફથી પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર કિસાનોને બેસીને વાતચીત કરવાની ઓફર કરી ચૂક્યા છે.

    આ દરમિયાન સિંધૂ બોર્ડર પર પોતાના સાથીઓ સાથે રહેલા ભારતી કિસાન યૂનિયન (દકૌંડા)ના મહાસચિવ જગમોહન સિંહે (Jagmohan Singh) મોટું નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે અમે બધા રાજ્યોના કિસાન સંગઠનો સાથે બેઠક કરી શકીએ નહીં. અમે ફક્ત પંજાબના 30 સંગઠનો સાથે જ બેઠક કરી શકીએ છીએ. અમે મોદીજી ના સશર્ત નિમંત્રણનો અસ્વીકાર કર્યો છે.



    આ પણ વાંચો - PM Modi Varanasi Visit: કૃષિ કાનૂન પર PM મોદીએ કહ્યું- ખેડૂતોને આપવામાં આવ્યા નવા વિકલ્પ અને કાનૂની સંરક્ષણ

    તમને જણાવી દઈએ કે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના કિસાન કેન્દ્ર સરકારના નવા કૃષિ કાનૂનોને લઈને છેલ્લા ઘણા દિવસોથી વિરોધ કરી રહ્યા છે. કિસાનના સંગઠનોએ દિલ્હીને ચારેય તરફ ઘેરવાની જાહેાત સાથે કહ્યું છે કે જ્યાં સુધી અમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે દિલ્હી છોડવાના નથી.

    બીજી તરફ પીએમ મોદીએ કહ્યું હતું કે કૃષિ કાનૂનોને લઈને કિસાનો વચ્ચે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. કિસાનો માટે બનાવેલા કાયદા તેમની ભલાઇ માટે છે. જેમણે જૂના નિયમથી પોતાનો માલ વેચવો છે તેમના માટે કોઈ રોક ટોક નથી. કિસાનોને નવા વિકલ્પ મળ્યા છે અને તેમને બચાવવા માટે કાનૂની સંરક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે.

    પીએમ મોદીએ કહ્યું કે ભારતના કૃષિ ઉત્પાદન આખી દુનિયામાં પ્રખ્યાત છે. શું કિસાનની આ મોટા માર્કેટ અને વધારે કિંમત સુધી પહોંચ ના હોવી જોઈએ? જો કોઈ જૂની સિસ્ટમથી લેણદેણ કરવાનું યોગ્ય માને છે તો તેમના પર પ્રતિબંધ ક્યાં લગાવ્યો છે? પહેલા મંડી બહાર લેણદેણ ગેરકાનૂની હતું. હવે નાનો ખેડૂત પણ મંડી બહાર થયેલા દરેક સોદા માટે કાનૂની કાર્યવાહી કરી શકે છે.
    Published by:Ashish Goyal
    First published:November 30, 2020, 18:42 pm

    ટૉપ ન્યૂઝ