Home /News /national-international /

સુપ્રીમ કોર્ટે ત્રણ કૃષિ કાયદાના અમલ પર રોક લગાવી, 4 સભ્યોની કમિટી બનાવી

સુપ્રીમ કોર્ટે ત્રણ કૃષિ કાયદાના અમલ પર રોક લગાવી, 4 સભ્યોની કમિટી બનાવી

સુપ્રીમ કોર્ટે કહ્યું- ખેડૂતોની જમીન ન જાય તેની પર આપી શકીએ છીએ ચુકાદો, સમાધાન માટે કમિટી જરૂરી

સુપ્રીમ કોર્ટે કહ્યું- ખેડૂતોની જમીન ન જાય તેની પર આપી શકીએ છીએ ચુકાદો, સમાધાન માટે કમિટી જરૂરી

  નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા પાસ કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા (New Agriculture Laws)ને લાગુ કરવા પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ ચુકાદો આપવાની સાથે જ આ મામલાને ઉકેલવા માટે કમિટીની રચના કરી દીધી છે. આ કમિટીમાં કુલ ચાર લોકો સામેલ હશે, જેમાં ભારતીય કિસાન યૂનિયનના જિતેન્દ્ર સિંહ માન, ડૉ. પ્રમોદ કુમાર જોશી, અશોક ગુલાટી (કૃષિ વિેશેષજ્ઞ) અને અનિલ શેતકારી સામેલ છે. સરકાર અને ખેડૂતોની વચ્ચે લાંબા સમયથી ચાલી આવી રહેલી મંત્રણાઓથી ઉકેલ ન શોધાતા સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધી છે.

  સુનાવણીની લાંબી પ્રક્રિયા બાદ અંતે સુપ્રીમ કોર્ટે મોદી સરકારના નવા કૃષિ કાયદાઓના લાગુ કરવા પર હાલ રોક લગાવી દીધી છે. CJIએ કહ્યું કે આ રોક અનિશ્ચિતકાળ માટે છે. કોર્ટે ખેડૂતોની સમસ્યાઓ અને સરકારની સાથે ગતિરોધને ઉકેલવા માટે 4 સભ્યોની કમિટી પણ બનાવી દીધી છે.

  કમિટી જ નિભાવશે નિર્ણાયક ભૂમિકા

  મંગળવારે સુનાવણી ખેડતો તરફથી પહેલા કમિટીનો વિરોધ કરવામાં આવ્યો અને કમિટીની સામે રજૂ નહીં થવાની ઈચ્છા દર્શાવી. જોકે, સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું અને કહ્યું કે જો મામલાનો ઉકેલ શોધવો છે તો કમિટીની સામે રજૂ થવું પડશે. એવામાં હવે કોઈ પણ મુદ્દો હોય, તો કમિટીની સામે ઉઠાવવામાં આવશે. સાથોસાથ સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કરી દીધું કે કમિટી કોઈ મધ્યસ્થતા કરાવવાનું કામ નહીં કરે, પરંતુ નિર્ણાયક ભૂમિકા નિભાવશે.

  આ પહેલા, નવા કૃષિ કાયદાઓ (New Agriculture Laws) પર મંગળવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સુનાવણી દરમીયાન ખેડૂતો (Farmers)નો પક્ષ રજૂ કરતાં વકીલ એમ.એલ. શર્માએ જણાવ્યું કે ખેડૂત સંગઠન કોર્ટ તરફથી સમિતિની રચના કરવાના પક્ષમાં નથી અને તેઓ સમિતિની સમક્ષ નથી જવા માંગતા. તેની પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ તેના માટે વચગાળાનો આદેશ આપશે. કોર્ટે કહ્યું કે જો ખેડૂત સરકારની સમક્ષ જઈ શકે છે તો કમિટીની સમક્ષ કેમ નહીં? જો તેઓ સમસ્યાનું સમાધાન ઈચ્છે છે તો અમે એવું નથી સાંભળવા માંગતા કે ખેડૂત કમિટીની સમક્ષ રજૂ નહીં થાય.

  આ પણ વાંચો, National Youth Day 2021: PM મોદીએ કહ્યુ- સ્વામી વિવેકાનંદે વ્યક્તિ નિર્માણની આપી અમૂલ્ય ભેટ

  સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે, અમે કૃષિ કાયદાનો અમલ સ્થગિત કરીશું, પરંતુ અનિશ્ચિત કાળ માટે નહીં. અમારો ઉદ્દેશ્ય માત્ર સકારાત્મક માહોલ ઊભો કરવાનો છે. એવા પ્રકારની નકારાત્મક વાત ન હોવી જોઈએ જેવી ખેડૂતોના વકીલ એમ.એલ. શર્માએ સુનાવણી દરમિયાન કરી . ખેડૂતોના વકીલે કહ્યું હતું કે ખેડૂતો કમિટીની પાસે નહીં જાય. કાયદો રદ થવો જોઈએ.

  આ પહેલા, ચીફ જસ્ટિસ તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું કે, અમને જણાવવામાં આવ્યું છે કે, કુલ 400 સંગઠન છે. શું તમે તમામ તરફથી રજૂઆત કરી રહ્યા છો. અમે ઈચ્છીએ છીએ કે ખેડૂતો કમિટીની પાસે જાય, અમે આ મુદ્દાને ઉકેલવા માંગીએ છીએ, અમને ગ્રાઉન્ડ રિપોર્ટ જણાવો. કોઈ પણ અમને કમિટી બનાવતા રોકી ન શકે. અમે આ કાયદાને સસ્પેન્ડ કરી શકીએ છીએ. જે કમિટી બનશે, તે અમને રિપોર્ટ આપશે.

  આ પણ વાંચો, JioMartના ફ્રેન્ચાઇઝી પાર્ટનર બનશે કરિયાણા સ્ટોર્સ, રિલાયન્સ નહીં કરે ગ્રોસરી-FMCG પ્રોડક્ટ્સનું ડાયરેક્ટ વેચાણ

  CJIએ કહ્યું કે, જો સમસ્યાનો ઉકેલ શોધવો છે તો કમિટીની સામે જવું પડશે. સરકાર તો કાયદો લાગુ કરવા માંગે છે, પરંતુ આપને હટાવવો છે. આવી સ્થિતિમાં કમિટીની સામે તમામ પાસાઓ સ્પષ્ટ થશે. ચીફ જસ્ટિસે સુનાવણી દરમિયાન ખેડૂતોની માંગ પર કહ્યું કે વડાપ્રધાનને શું કરવું જોઈએ, તે નક્કી ન કરી શકાય. અમને લાગે છે કે કમિટીના માધ્યમથી માર્ગ શોધી શકાય છે.

  સાંસદ તિરુચિ સીવા તરફથી જ્યારે વકીલે કાયદા રદ કરવાની અપીલ કરી તો CJIએ કહ્યું કે અમને કહેવામાં આવ્યું છે કે દક્ષિણ ભારતમાં કાયદાને સમર્થન મળી રહ્યું છે. તેની પર વકીલે કહ્યું કે દક્ષિણમાં દરરોજ તેની વિરુદ્ધ રેલીઓ થઈ રહી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે તોઅ કાયદો સસ્પેન્ડ કરવા તૈયાર છે, પરંતુ કોઈ લક્ષ્ય વગર નહીં.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Farmers Protest, New agriculture laws, Supreme Court, ખેડૂતો, મોદી સરકાર

  આગામી સમાચાર