નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓ (New Agriculture Laws) વિરુદ્ધ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન (Farmers Protest) સતત ચાલુ છે અને આજે આ મામલે સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ સતત બીજા દિવસે સુનાવણી કરી રહ્યું છે. બુધવારે કોર્ટે વિવાદને ઉકેલવા માટે જે કમિટીની રચનાની વાત કહી હતી આજે તેની પર ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. ગુરૂવારે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ (CJI)એ કહ્યું કે ખેડૂતો (Farmers)ને પ્રદર્શન કરવાનો હક છે, પરંતુ કેવી રીતે થાય તેની પર ચર્ચા થઈ શકે છે. કોર્ટે કહ્યું કે અમે પ્રદર્શનના અધિકારમાં કાપ ન મૂકી શકીએ. કોર્ટે કહ્યું કે પ્રદર્શનનો અંત થવો જરૂરી છે. અમે પ્રદર્શનના વિરોધમાં નથી પરંતુ વાતચીત પણ થવી જોઈએ.
ચીફ જસ્ટિસે કહ્યું કે, ખેડૂતોને મોટી સંખ્યામાં દિલ્હીમાં પ્રવેશની મંજૂરી ન આપી શકાય, આ નિર્ણય પોલીસનો હશે, ન કે કોર્ટનો અને ન તો સરકારનો જેમનો ખેડૂત વિરોધ કરી રહ્યા છે. CJIએ આ ઉપરાંત કહ્યું કે, દિલ્હીને બ્લોક કરવાથી દિલ્હીના લોકો ભૂખ્યા થઈ જશે. આપનો ઉદ્દેશ્ય ત્યાં સુધી પૂરો નથી થતો જ્યાં સુધી વાતચીત ન થાય. જો આવું ન થયું તો વર્ષો સુધી તમે પ્રદર્શન બેઠા રહેશો અને કોઈ પરિણામ નહીં આવે.
ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું કે, અમે મામલા અંગે આજે સુનાવણી નથી પૂરી કરી રહ્યા. બસ જોવાનું એ છે કે વિરોધ પણ ચાલતો રહે અને લોકોના મૌલિક અધિકારનોનું હનન ન થાય. તેમનું પણ જીવન અડચણ વગર ચાલે. CJIએ કહ્યું કે પ્રદર્શનનું એક લક્ષ્ય હોય છે, સરકાર અને ખડૂતોની વચ્ચે વાતચીત થવી જોઈએ. તેના માટે અમે કમિટીની રચના કરવા અંગે વિચારી રહ્યા છીએ.સુપ્રીમ કોર્ટે રચવામાં આવનારા કમિટીના સભ્યો અંગે ભલામણ કરતાં કહ્યું કે, કમિટીમાં પી. સાંઇનાથ, ભારતીય કિસાન યૂનિયન અને અન્ય સભ્યોનો સમાવેશ કરી શકાય.
Farm laws matter in Supreme Court: CJI says, we recognize the fundamental right to protest against the laws and no question to curtail it. The only thing we can look into is that it should not cause damage to someone's life pic.twitter.com/0EgaK99vtR
CJIએ કહ્યું કે, અમે વિચારી રહ્યા છીએ કે એક કમિટી બનાવવામાં આવે. જેમાં સ્વતંત્ર લોકો હોય. કમિટીના લોકો પોતાના રિપોર્ટ વાતચીત કરીને આપે. એ વાતનું પણ ધ્યાન રાખે કે પોલીસ હિંસા ન કરે. પ્રદર્શન ચાલતા રહે પરંતુ રસ્તા જામ કરીને નહીં.
આ પહેલા હરીશ સાલ્વેએ પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે, આ પ્રદર્શનના કારણે દિલ્હીવાસી પ્રભાવિત થયા છે. ટ્રાન્સપોર્ટ પર અસરના કારણે સામાનના ભાવ વધી રહ્યા છે. જો રસ્તા બંધ રહેશે તો દિલ્હીવાળાને ઘણી મુશ્કેલી થશે. હરીશ સાલ્વેએ કહ્યું કે પ્રદર્શનના અધિકારનો અર્થ એ નથી કે શહેર બંધ કરી દેવામાં આવે. તેની પર ચીફ જસ્ટિસ તરફથી કહેવામાં આવ્યું કે અમે આ મામલામાં જોઈશું, કોઈ એક મામલાના કારણે બીજાના જીવન પર અસર ન પડવી જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર