PM મોદીએ કહ્યુ- રાતોરાત નથી આવ્યા કૃષિ કાયદા, 20-22 વર્ષથી થઈ રહી હતી ચર્ચા

પીએમ મોદીની ફાઇલ તસવીર

PM મોદીએ કહ્યુ- જો MSP હટાવવી જ હોત તો સ્વામીનાથન કમિટીનો રિપોર્ટ લાગુ જ કેમ કરતા?

  • Share this:
    નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદાઓના (New Agriculture Laws) વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનો (Farmers Protest) વચ્ચે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) મધ્ય પ્રદેશના ખેડૂતો (Farmers) સાથે વાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને સંબોધતા કહ્યું કે, કૃષિ કાયદા રાતોરાત નથી આવ્યા. તેને લઈને છેલ્લા 20-22 વર્ષથી ચર્ચા ચાલી રહી હતી. PM મોદીએ વધુમાં કહ્યું કે, જો અમારી સરકારને MSP હટાવવી હોત તો સ્વામીનાથન રિપોર્ટ લાગુ કરતા જ નહીં. વિપક્ષ જૂઠાણું ફેલાવી રહી છે.

    PM મોદીએ કહ્યું કે, છેલ્લા 6 વર્ષમાં અમારી સરકારે ખેડૂતોની એક-એક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કામ કર્યા છે. છેલ્લા અનેક દિવસોથી દેશમાં ખેડૂતો માટે જે નવા કાયદા બન્યા, તેની ખૂબ ચર્ચા છે. આ કૃષિ સુધાર કાયદા રાતોરાત નથી આવ્યા. છેલ્લા 20-22 વર્ષથી દરેક સરકારે તેની પર વ્યાપક ચર્ચા કરી છે. ઓછી-વધુ તમામ સંગઠનોએ તેની પર વિમર્શ કર્યો છે. દેશના ખેડૂત, ખેડૂતોના સંગઠનો, કૃષિ એક્સપર્ટ, કૃષિ અર્થશાસ્ત્રી, કૃષિ વૈજ્ઞાનિક, આપણે ત્યાંના પ્રોગ્રેસિવ ખેડૂતો પણ સતત કૃષિ ક્ષેત્રમાં સુધારની માંગ કરતા આવ્યા છે.

    આ પણ વાંચો, ખેડૂતોના નામે કૃષિ મંત્રીના પત્રમાં એવું શું ખાસ છે? PM મોદીએ સૌને વાંચવા માટે કરી અપીલ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કૉંગ્રેસની સરકારે દેવા માફીના નામ પર છેતરપિંડી કરી, ખેડૂતોના નામ પર છળ કરવામાં આવ્યું છે.PMએ કહ્યું કે ખેડૂતોની વાતો કરનારા લોકો કેટલા નિર્દયી છે તેનું સૌથી મોટું ઉદાહરણ છે સ્વામીનીનાથન કમિટીનો રિપોર્ટ. રિપોર્ટ આવ્યો પરંતુ આ લોકો સ્વામીનાથન કમિટીની ભલામણોને અખાઠ વર્ષ સુધી દબાવીને બેસી રહ્યા. ખેડૂત આંદોલનો કરતા હતા, પ્રદર્શન કરતા હતા પરંતુ આ લોકોના પેટનું પાણી ન હલ્યું.

    વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જો જૂની સરકારોએ ખેડૂતોની ચિંતા હોત તો દેશમાં 100 સિંચાઈ પ્રોજેક્ટ લટકતા નહીં. અમારી સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી આ યોજનાઓને મિશન મોડમાં પૂરો કરી રહી છે. સરકાર ખેડૂતોના ખર્ચને ઓછો કરવામાં લાગી છે, સસ્તામાં સોલર પંપ આપવામાં આવી રહ્યા છે.

    આ પણ વાંચો, કોવિડ હૉસ્પિટલો માટે સુપ્રીમ કોર્ટનું આકરું વલણ, ચાર સપ્તાહમાં ફાયર NOC મેળવવા નિર્દેશ

    વડાપ્રધાને કહ્યું કે, યૂપીએ સરકારમાં યૂરિયાની તકલીફ રહેતી હતી, પરંતુ આજે તે મુશ્કેલી ખતમ થઈ ગઈ છે. આ લોકોના સમયમાં સબ્સિડી ખેડૂતના નામ ચડતી હતી, પણ લાભ કોઈ બીજાને મળતા હતા. અમારી સરકારે ભ્રષ્ટાચાર ખતમ કરીને સીધા ખેડૂતોના ખાતામાં પૈસા આપ્યા.
    Published by:Mrunal Bhojak
    First published: