નવી દિલ્હી : દિલ્હીની સરહદો પર કૃષિ કાનૂનોનો (Farm Laws)વિરોધ કરી રહેલા ખેડૂત નેતાઓને નિશાન બનાવવા માટે ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (Khalistan Commando Force)દ્વારા એક વૈશ્વિક ષડયંત્ર રચવામાં આવ્યું છે. કેન્દ્રીય જાસુસી એજન્સી R&AW અને ઇન્ટેલિજન્સ બ્યૂરો આતંકી સંગઠન કેસીએફની આવી હરકતો પર નજર રાખી રહી છે. થોડાક દિવસ પહેલા જ આ સંબંધમાં જાસુસી એજન્સીઓ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ઇન્પુટના આધારે કેન્દ્રીય જાસુસી એજન્સીઓ દ્વારા તૈયાર કરેલા રિપોર્ટ પ્રમાણે ષડયંત્રકર્તા બેલ્જીયમ અને યૂકેના છે. જેમણે દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા એક કિસાન નેતાને ખતમ કરવાની યોજના તૈયાર કરી છે.
કેસીએફની યોજના તે નેતાને નિશાન બનાવવાની છે, જેમના પર ગત દિવસોમાં પંજાબમાંથી કેસીએફ કેડરોને ખતમ કરવામાં સામેલ હોવાનો આરોપ લાગી રહ્યો હતો. કેસીએફ એક આતંકવાદી સંગઠન છે જેના પર ભારતમાં વિભિન્ન હત્યાઓમાં સામેલ હોવાનો આરોપ છે. સંગઠનમાં કેનેડા, યૂકે, બેલ્જીયમ અને પાકિસ્તાન જેવા દેશોના સભ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે એક કિસાન નેતાને ખતમ કરવાની યોજના હતી. જેના વિશે વિશ્વસનીય ઇન્પુટ મળ્યા છે. જેનાથી જાણ થઈ છે કે કેસીએફના બેલ્જીયમ અને બ્રિટનમાં રહેતા ત્રણ આતંકવાદીઓએ દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂત નેતાની હત્યાની યોજના બનાવી છે.
ઇન્પુટ પ્રમાણે કિસાન નેતા પંજાબમાં કેસીએફ કેડરોને ખતમ કરવામાં કથિત રૂપથી સામેલ હતા. એજન્સીઓની મળેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે કેસીએફનું માનવું છે કે હાલના સમયે કિસાન નેતાની હત્યાથી ભારતમાં હિંસા વધી શકે છે અને હત્યાનો આરોપ સરકારી એજન્સીઓ કે કોઈ રાજનીતિક દળના કાર્યકર્તાઓ પર આવશે.
" isDesktop="true" id="1072986" >
ખાલિસ્તાની અલગાવવાદી સમૂહ ખેડૂતોના માધ્યમથી પોતાની જમીન મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ સિવાય પાકિસ્તાનમાંથી ચલાવતા 400થી વધારે ટ્વિટર હેન્ડલ ભારતીય એજન્સીઓ દ્વારા બંધ કરવામાં આવ્યા છે. જે આગમાં ઇંધણ આપવા માટે સક્રિય હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર