Farmer Protest : ખેડૂતો અને સરકાર વચ્ચેની બેઠક ખતમ, હવે 5 ડિસેમ્બરે ફરી વાતચીત થશે

Farmer Protest : ખેડૂતો અને સરકાર વચ્ચેની બેઠક ખતમ, હવે 5 ડિસેમ્બરે ફરી વાતચીત થશે
ખેડૂતો-સરકાર વચ્ચે બેઠક: ખેડૂતો સરકારનું ભોજન ન જમ્યા, કહ્યું- અમે અમારું ખાવાનું લાવ્યા છીએ

ખેડૂતો-સરકાર વચ્ચે બેઠક: ખેડૂતો સરકારનું ભોજન ન જમ્યા, કહ્યું- અમે અમારું ખાવાનું લાવ્યા છીએ

  • Share this:
    નવી દિલ્હી : મોદી સરકારના કૃષિ કાનૂનોના વિરોધમાં (New Agriculture Law)દિલ્હી-હરિયાણા બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો (Farmer Protest) આજે આઠમો દિવસ છે. આ દરમિયાન ખેડ઼ૂતોની ગુરુવારે કેન્દ્ર સરકાર સાથે બીજી વખત વાતચીત થઈ હતી. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલ મંત્રી પીયુષ ગોયલ ખેડૂતો સાથે વાત કરી હતી. આ પહેલાના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે ખેડૂતોના મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

    કેન્દ્ર સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે હવે 5 ડિસેમ્બરે ફરી વાતચીત થશે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતો સાથેની બેઠક પુરી થયા પછી કહ્યું કે કેટલાક મુદ્દા પાછલી અને આજની બેઠકમાં ઉઠાવવામાં આવ્યા છે. સરકારમાં અહંકાર નથી, ખેડૂતો સાથે ખુલ્લા મનથી વાતચીત કરવામાં આવી રહી છે. ખેડૂતોની ચિંતા છે કે નવા કાયદાથી એપીએમસી ખતમ થઈ જશે.



    આઝાદ કિસાન સંઘર્ષ સમિતિના હરજિંદર સિંહ ટાંડાએ કહ્યું કે વાર્તામાં ઘણી ઓછી પ્રગતિ થઈ છે. હાફ ટાઇમમાં એવું લાગી રહ્યું હતું કે આજની મિટિંગમાં કોઈ પરિણામ આવશે નહીં પણ અડધી બેઠક પછી લાગ્યું કે સરકાર પર આંદોલનનું દબાણ છે. વાર્તા અનુકુળ માહોલમાં આયોજિત કરવામાં આવી છે. ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે સરકારે એમએસપી પર સંકેત આપ્યો છે. એવું લાગી રહ્યું છે કે એમએસપીને લઈને તેમનું વલણ યોગ્ય રહેશે. વાર્તામાં થોડી પ્રગતિ થઈ છે.

    વિજ્ઞાન ભવનમાં વાતચીત દરમિયાન ખેડૂતોને સરકાર તરફથી ખાવાનું આપવામાં આવ્યું હતું. એક કિસાન નેતાએ કહ્યું કે અમે સરકાર દ્વારા આપેલ ખાવાનું અને ચા લઈ રહ્યા નથી. અમે ખાવાનું પણ સાથે લાવ્યા છીએ.



    આ દરમિયાન પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળ (Akali Dal)ના વરિષ્ઠ નેતા પ્રકાશ સિંહ બાદલે (Prakash Singh Badal)કૃષિ કાયદાઓની વિરોધમાં પોતાનું પદ્મ વિભૂષણ (Padma Vibhushan) સન્માન પરત કરી દીધું છે. અકાલી દલના નેતા રહેલા સુખદેવ સિંહ ઢીંસસા (Sukhdev Singh Dhindsa)એ પણ પોતાના પદ્મ ભૂષણ (Padma Bhushan) સન્માનને પરત કરવાની વાત કહી છે.

    આ પણ વાંચો - પીએમ નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવે તેવી શક્યતા, નવા સોલાર પ્રોજેક્ટનું ખાતમૂહુર્ત કરશે

    પોતાનો પદ્મ વિભૂષણ સન્માન પરત કરતાં પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે લખ્યું કે, હું એટલો ગરીબ છું કે ખેડૂતો માટે કુરબાન કરવા માટે મારી પાસે બીજું કંઈ નથી. હું જે પણ છું તે ખેડૂતોના કારણે છું. એવામાં જો ખેડૂતોનું અપમાન થઈ રહ્યું છે તો કોઈ પ્રકાના સન્માન રાખવાનો કોઈ ફાયદો નથી.
    Published by:Ashish Goyal
    First published:December 03, 2020, 18:29 pm