નવી દિલ્હી : ખેડૂત નેતાઓએ શનિવારે દાવો કર્યો છે કે દિલ્હી પોલીસે તેમને ગણતંત્ર દિવસના (Republic Day)દિવસે ટ્રેક્ટર રેલી કરવાની મંજૂરી આપી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના મતે કિસાન નેતા અભિમન્યુ કોહરે (Abhimanyu Kohar)દાવો કર્યો છે કે પ્રદર્શનકારી ખેડૂતોએ પોલીસ સાથે મુલાકાત કરી હતી અને તેમને ટ્રે્ક્ટર રેલીની મંજૂરી મળી ગઈ છે. CNN-News18ના સૂત્રોના મતે રેલીનો રુટ રવિવારે નક્કી કરવામાં આવી શકે છે. પંજાબ અને હરિયાણાના અલગ અલગ ભાગમાંથી ખેડૂતો પોતાના ટ્રેક્ટરો અને ટ્રોલીઓ લઈને દિલ્હી બોર્ડર પહોંચી ગયા છે. તેમની તૈયારી 26 જાન્યુઆરીએ પ્રસ્તાવિત ટ્રેક્ટર રેલીમાં ભાગ લેવાની છે. ખેડૂતો પોતાની સાથે અનાજ સાથે અન્ય જરૂરી સામાન લઈને આવ્યા છે. ટ્રેક્ટરોની આ પરેડ કૃષિ કાનૂનને પરત લેવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ લાવવાનું આયોજન છે.
ખેડૂતોના ટ્રેક્ટરો પર તેમના યૂનિયનના ઝંડા છે તો કેટલાકે ટ્રેક્ટરો પર તિરંગા લગાવેલા જોવા મળે છે. કિસાન એકતા જિંદાબાદ, નો ફાર્મર, નો ફૂડ અને કાળો કાનૂન રદ કરોના નારા સાથે ખેડૂતો ટ્રેકટર રેલી કાઢવા પર ભાર આપી રહ્યા છે. કિસાનોનું કહેવું છે કે દિલ્હી આઉટર રિંગ રોડ પર તે ટ્રેક્ટર પરેડ કાઢશે.
ભારતીય કિસાન યૂનિયનના મહાસચિવ સુખદેવ સિંહ કોકરીકલાંએ શનિવારે કહ્યું કે ટ્રેક્ટર પરેડ શાંતિપૂર્ણ માહોલમાં નીકળશે. 30 હજારથી વધારે ટ્રેક્ટર અને ટ્રોલી પંજાબના સંગરુરના ખન્નોરી અને હરિયાણાના સિરસા જિલ્લાના ડબવાલીથી દિલ્હી માટે નીકળી ગયા છે. પંજાબના ફગવાડાથી 1000 ટ્રેક્ટરોનો કાફલો અને હોશિયારપુરથી 150 ટ્રેક્ટરો પરેડનો ભાગ બનવા નીકળી ગયા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર