Home /News /national-international /VIDEO: દેશી જુગાડથી બચાવ્યું ખેડૂતનું 'ડ્રીમ હોમ', 500 ફૂટ દૂર ખસેડવામાં આવી રહ્યું ઘર

VIDEO: દેશી જુગાડથી બચાવ્યું ખેડૂતનું 'ડ્રીમ હોમ', 500 ફૂટ દૂર ખસેડવામાં આવી રહ્યું ઘર

Punjab shifted his dream house : સુખવિંદર સિંહે સંગરુર જિલ્લાના રોશનવાલા ગામમાં પોતાની જમીન પર આ આલિશાન ઘર બનાવ્યું હતું. લગભગ 2 વર્ષમાં દોઢ કરોડના ખર્ચે બનેલું આ ડ્રીમ હાઉસ હવે મજબૂરીમાં હટાવવામાં આવી રહ્યું છે

Punjab shifted his dream house : સુખવિંદર સિંહે સંગરુર જિલ્લાના રોશનવાલા ગામમાં પોતાની જમીન પર આ આલિશાન ઘર બનાવ્યું હતું. લગભગ 2 વર્ષમાં દોઢ કરોડના ખર્ચે બનેલું આ ડ્રીમ હાઉસ હવે મજબૂરીમાં હટાવવામાં આવી રહ્યું છે

    VIDEO: સંગરુરઃ પંજાબ (Punjab) ના સંગરુરમાં એક ખેડૂતે 1.5 કરોડ રૂપિયાના ખર્ચે પોતાના સપનાનું ઘર (House) બનાવ્યું. પરંતુ હવે તેનું ઘર દિલ્હી-જમ્મુ-કટરા એક્સપ્રેસવેના માર્ગમાં આવી રહ્યું છે, તેથી તેના સપનાના ઘરને બચાવવા માટે તેને 500 ફૂટના અંતરે ખસેડવામાં આવી રહ્યું છે. સોશ્યિલ મીડિયા પર ઘરને પાયાના સ્થળેથી શિફ્ટ (Punjab shifted his dream house) કરવાને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. ખાસ વાત એ છે કે, આ જુગાડ દ્વારા તેમનું ઘર પણ બચી ગયું છે અને સરકારી યોજનામાં કોઈ અડચણ પણ નથી આવી.

    સુખવિંદર સિંહે સંગરુર જિલ્લાના રોશનવાલા ગામમાં પોતાની જમીન પર આ આલિશાન ઘર બનાવ્યું હતું. લગભગ 2 વર્ષમાં દોઢ કરોડના ખર્ચે બનેલું આ ડ્રીમ હાઉસ હવે મજબૂરીમાં હટાવવામાં આવી રહ્યું છે. સુખવિંદર સિંહે કહ્યું કે, આ મારો ડ્રીમ પ્રોજેક્ટ છે. હું બીજું ઘર બનાવવા માંગતો ન હતો અને ન તો આ ઘર તોડવા દઈશ. જો કે સરકારે મકાનમાલિકને વળતરની ઓફર કરી હતી પરંતુ તેઓ તૈયાર ન હતા. આ પછી ઘરને જડમૂળથી અન્ય જગ્યાએ શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.



    આ કામમાં રોકાયેલા કારીગરોએ 2 મહિનામાં 250 ફૂટ દૂર ઘર શિફ્ટ કર્યું છે, જોકે હજુ 250 ફૂટનું શિફ્ટ કરવાનું બાકી છે. ખાસ વાત એ છે કે, આ શિફ્ટિંગમાં ઘરને કોઈ નુકસાન થયું નથી.

    આ પણ વાંચો'હાલ શાકભાજી લઈ આવી, થાકી છુ', પતિનું મગજ છટક્યું - દોડાવી-દોડાવી મારી, પતિની હેવાનીયત CCTVમાં કેદ

    ઘર શિફ્ટ કરનાર એક કારીગરે કહ્યું કે, આ ઘરને બીજી જગ્યાએ ખસેડવું એક મોટો પડકાર હતો. બિલ્ડિંગને ઉપાડવાની પ્રક્રિયામાં, બિલ્ડિંગને કેટલાક ફૂટ સુધી ઉંચી કરવામાં આવે છે. પરંતુ કારીગરો માટે આ પડકાર ખૂબ મોટો હતો કારણ કે, આ વખતે તેઓએ ઘરને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવાનું હતું.
    Published by:kiran mehta
    First published:

    Tags: Video viral, પંજાબ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन