કેન્દ્ર સરકાર અને ખેડૂતોની વચ્ચે આજે યોજાશે બેઠક, MSP સહિત આ મુદ્દાઓ પર થશે ચર્ચા

ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે આજે યોજાનારી બેઠકમાં કોઈ વચ્ચેનો રસ્તો નીકળવાની આશા

ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે આજે યોજાનારી બેઠકમાં કોઈ વચ્ચેનો રસ્તો નીકળવાની આશા

  • Share this:
    નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો (Agriculture Laws) વિરોધ કરી રહેલા અને દિલ્હીની બોર્ડર પર ધરણા પર બેઠેલા ખેડૂતોનું આંદોલન (Farmer Protest) દિવસ પસાર થઈ રહ્યા છે તેમ-તેમ ઉગ્ર બનતું જાય છે. આ દરમિયાન આજે કેન્દ્ર સરકાર અને ખેડૂતોની એક બેઠક યોજાવાની છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આજે યોજાનારી બેઠકમાં ખેડૂત અને કેન્દ્ર સરકારની વચ્ચે કોઈ વચ્ચેનો રસ્તો નીકળી શકે છે અને આંદોલન ખતમ થઈ શકે છે. બેઠકમાં ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP)ની કાયદાકીય ગેરંટી અને ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા અંગે ચર્ચા થઈ શકે છે. સરકારની સાથે બેઠક પહેલા ખેડૂત નેતા હરમીત સિંહે કહ્યું કે, બેઠકમાં અમે ત્રણ કૃષિ કાયદાઓને પરત લેવાની માંગ કરીશું.

    બીજી તરફ, ખેડૂતોની સાથે બેઠક પહેલા રવિવારે કેન્દ્રીય કૃષી મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Agriculture Minister Narendra Singh Tomar)એ રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) સાથે મુલાકાત કરી. સૂત્રો અનુસાર તેમની બેઠકમાં વર્તમાન સંકટના તાત્કાલિક સમાધાન માટે સરકારની રણનીતિ પર ચર્ચા કરી. તોમરે સિંહની સાથે આ સંકટના સમાધાન માટે વચ્ચેનો રસ્તો શોધવા માટે તમામ સંભવિત વિકલ્પ પર ચર્ચા કરી.

    આ પણ વાંચો, Covid-19 Vaccine: કોરોના વેક્સીનેશન માટે ચૂંટણી જેવી તૈયારી, 20 મંત્રાલય, 23 વિભાગ નિભાવશે અગત્યની ભૂમિકા


    ખેડૂતો સાથેની આ અગાઉની બેઠકમાં બે મુદ્દાઓ પર સધાઈ હતી સહમતિ

    પાંચ ચરણની મંત્રણા કોઈ પરિણામ વગરની રહ્યા બાદ 30 ડિસેમ્બરે છઠ્ઠા ચરણની મંત્રણામાં સરકાર અને 40 ખેડૂત સંગઠનોની વચ્ચે વીજળીના દરોમાં વૃદ્ધિ તથા પરાલી સળગાવવા પર દંડ પર પ્રદર્શનકારી ખેડૂતોની ચિંતાઓના સમાધાનની વાત બની હતી. પરંતુ ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવા અને MSPને કાયદાકીય ગેરંટી આપવાના વિષય પર બંને પક્ષોમાં ગતિરોધ કાયમ છે.

    આ પણ વાંચો, શું છે Light House પ્રોજેક્ટ? ફ્લેટની કિંમત કેટલી હશે? જાણો તમામ સવાલોના જવાબ

    હાડ થીજવતી ઠંડી, વરસાદની વચ્ચે પોતાની માંગોને લઈ ખેડૂતો અડગ

    નવા વર્ષની શરૂઆત બાદથી હાડ થીજવતી ઠંડી અને રવિવારે વરસાદના કહેરની વચ્ચે કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂત દિલ્હી-ઉત્તર પ્રદેશની સરહદ પર અડગ છે. બોર્ડર પર ખેડૂત ઠંડીથી બચવા માટે પોતાની રીતે પ્રયાસો કરી રહ્યા છે. વરસાદથી પોતાને બચાવવા માટે કેટલાક ખેડૂત ટેન્ટ અને ટ્રોલી નીચે રહેવા મજબૂર બન્યા હતા.
    Published by:Mrunal Bhojak
    First published: