Home /News /national-international /

'જો નાગરિક્તા બિલ પાસ થશે તો અમે ભારત છોડી દઇશું'

'જો નાગરિક્તા બિલ પાસ થશે તો અમે ભારત છોડી દઇશું'

    કૃષક મુક્તિ સંગ્રામ સમિતિના નેતા અખિલ ગોગોઇએ રવિવારે કહ્યું કે જો આસામના લોકોને ઉચિત સમ્માન ન મળ્યું તો આપણે સરકારને એ કહેવાનું સાહસ દેખાડવું પડશે કે અમે ભારતમાં છોડવાનો વિચાર કરી શકીએ છીએ. પ્રસ્તાવિત વિધેયકના વિરોધમાં આસામના તિનસુકિયા જિલ્લાના પાનીટોલમાં એક રેલીના સંબોધનમાં ગોગોઇએ આ નિવેદન આપ્યું હતું.

    પ્રસ્તાવિત બિલમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ગેર મુસ્લિમોને ભારત નાગરિક્તા આપવાનો પ્રસ્તાવ છે અને અનેક દળ તથા સંગઠનોએ દાવો કર્યો કે તેની સંવેદનશીલ સીમાવર્તી રાજ્યની ભૌગોલિક સ્થિતિ પર વિપરિત અસર પડશે.

    અહીં ક્લિક કરી વાંચો કેપ્સૂલની સાથે જે પ્લાસ્ટિક ખાઈએ છીએ, તેનું પેટમાં જઈ શું થાય છે?

    તેઓએ કહ્યું કે બિલના પ્રાવધાનથી 1985નો આસામ કરાર ખતમ થઇ જશે. જેમાં માર્ચ 1971 બાદ રાજ્યમાં પ્રવેશ કરનારા તમામ ગેરકાનુની પ્રવાસીઓને પરત મોકલી દેવાનો પ્રાવધાન છે. ભલે તે કોઇપણ ધર્મના હોય.

    બિલના વિરોધમાં 70 સંગઠનોના આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ગોગોઇએ કહ્યું કે અમે સ્પષ્ટ કરવા ઇચ્છીએ છીએ કે જો જરૂર અને સ્થિત બનશે તો આસામને કહેવું જોઇએ કે તે ભારતની સાથે રહેવા માટે તૈયાર નથી. જો સરકાર અમારું સમ્માન કરે છે તો અમે ભારત સાથે રહીશું નહીં તો અમે દેશ છોડી દેશું.

    આસામ પોલીસએ આ પહેલા ગુવાહાટીની એક સભામાં અલગાવવાદી નિવેદનોને લઇને ગોગોઇ, સાહિત્ય એકાડમી પુરસ્કાર વિજેતા લેખત હિરેન ગોહેન અને વરિષ્ઠ પત્રકાર મંજીત મહંત વિરુદ્ધ દેશદ્રોહની ફરિયાદ દાખલ થઇ હતી.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: આસામ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन