Home /News /national-international /

Farm Laws Repeal Bill: ત્રણેય કૃષિ બિલ પરત ખેંચ્યા, હવે રાષ્ટ્રપતિ પાસે મોકલાશે

Farm Laws Repeal Bill: ત્રણેય કૃષિ બિલ પરત ખેંચ્યા, હવે રાષ્ટ્રપતિ પાસે મોકલાશે

Winter Session of Parliament : લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકસભામાં કોંગ્રેસે આ બિલ પર ગૃહમાં ચર્ચાની માંગ કરી હતી.

Winter Session of Parliament : લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકસભામાં કોંગ્રેસે આ બિલ પર ગૃહમાં ચર્ચાની માંગ કરી હતી.

    Winter Session of Parliament 2021  Updates: કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે (Narendrasinh tomar) સોમવારે લોકસભામાં વિપક્ષી સાંસદોના સૂત્રોચ્ચાર વચ્ચે કૃષિ કાયદા રદબાતલ બિલ 2021 (Farm Laws Repeal Bill) રજૂ કર્યું હતું. જે બાદ થોડા જ સમયમાં પસાર થયું હતું. તે દરમિયાન, વિપક્ષના હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ બિલ લ લોકસભા બાદ રાજ્યસભામાંથી પણ પરત લેવામાં આવ્યુ છે. હવે આ અંગેની મંજૂરી માટે રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે.

     'સરકારના 'મન ની વાત' કંઈક અલગ જ છે'

    કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ મોટું નિવેદન આપતા કહ્યું છે કે, સરકાર ગૃહને કામ ન કરવા દેવા માટે અમને દોષી ઠેરવે છે. કૃષિ કાયદા પરત લેવાનું બિલ રજૂ કરવામાં આવ્યું અને ચર્ચા વગર જ પસાર કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે, સરકારે ભલે કૃષિ કાયદાને રદ કરી દીધા હોય, પરંતુ તેના 'મન ની વાત' કંઈક અલગ જ છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ કાયદા પરત લેવાનું બિલ લોકસભામાં રજૂ કર્યું હતું.

    લોકસભામાં હોબાળો થયો હતો

    લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કૃષિ કાયદા પરત બિલ 2021 રજૂ કર્યું. થોડી જ વારમાં એગ્રીકલ્ચર લો રિટર્ન બિલ લોકસભા દ્વારા પસાર થઈ ગયું. આ પછી લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. લોકસભામાં કોંગ્રેસે આ બિલ પર ગૃહમાં ચર્ચાની માંગ કરી હતી.

    આ પણ વાંચો- Parliament Winter Session: અમે ઇચ્છીએ છીએ કે, સંસદમાં સવાલ અને શાંતિ બંને હોય: PM મોદી

    વિપક્ષે ત્રણેય કાયદાને રદ્દ કરવા પર ચર્ચાની માંગ કરી હતી. પરંતુ સરકારે કહ્યું કે, તેઓએ પહેલાથી જ બિલ પાછું ખેંચવાનો નિર્ણય કરી લીધો છે, તેથી તેમને વધુ ચર્ચા કરવાની જરૂર નથી. સાથે જ PMએ માફી પણ માંગી લીધી છે, તેથી કહેવા માટે કંઈ બાકી નથી.



    નોંધનીય છે કે, લોકસભા સચિવાયલ દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણે, આ સત્રમાં વીજળી સંશોધન બિલ 2021, બેકિંગ કાયદામાં સુધારા માટેનુ બિલ, પેન્શન કાયદામાં સુધારા માટેનુ બિલ, ઉર્જા સંરક્ષણના કાયદામાં સુધારા માટેનુ બિલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સ, કોસ્ટ એન્ડ વર્કર્સ એકાઉન્ટનન્ટસ અને કંપની સેક્રેટરી સાથે સંકળાયેલા બિલનો સમાવેશ થાય છે. સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યુ હતુ કે, શિયાળુ સત્રમાં 30 બિલ રજૂ કરાશે. વિપક્ષને આગ્રહ છે કે, આર્થિક સુધારા તેમજ બીજા મુખ્ય વિષયો સાથે જોડાયેલા કેટલાક બિલ પર ચર્ચા કરે અને તેને પસાર કરવામાં સહયોગ કરે. સરકાર તમામ પ્રકારની ચર્ચા કરવા માટે તૈયાર છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Farm laws, Farmer laws Repeal bill, Parliament, Parliament winter session, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन