નવી દિલ્હી : કૃષિ કાનૂનોનો (Farm Laws) છેલ્લા એક મહિનાથી વધારે સમયથી વિરોધ કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર (Central Government)વચ્ચે છઠ્ઠા રાઉન્ડની બેઠક ખતમ થઈ ગઈ છે. હવે બંને પક્ષો વચ્ચે આગામી બેઠક 4 જાન્યુઆરીએ થશે. આ બેઠકમાં સરકારે ખેડૂતો નેતાઓને ત્રણ કૃષિ કાનૂન વિશે કિસાનોની માંગણી પર વિચાર કરવા માટે એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આ સાથે સરકારે એ પણ કહ્યું કે કાનૂનો પાછો ખેંચાશે નહીં. સરકારે ખેડૂતોને કહ્યું કે તેમને જે પણ નિયમો પર આપત્તિ છે તેના પર વિચાર કરવા માટે સરકાર તૈયાર છે.
કિસાન નેતાઓએ કહ્યું કે સરકાર ત્રણેય કાનૂન રદ કરે. અમે સંશોધન નહીં કાનૂન રદ કરાવીને જ પાછા જઈશું. સૂત્રોના હવાલાથી સમાચાર મળ્યા છે કે સરકારે ખેડૂતોને એ વાતનો વિશ્વાસ આપ્યો છે કે દિલ્હી-એનસીઆરનું વાતાવરણ સાફ રાખવા માટે ઓર્ડિનેન્સમાં ખેડૂતોને બહાર રાખવામાં આવશે. આ ઓર્ડિનેન્સમાં ખેડૂતોને પરાલી સળગાવવા પર 1 કરોડ સુધીનો દંડ રાખવામાં આવ્યો હતો. આ સિવાય વિજળી એક્ટને લઈને પણ સરકારે ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો છે કે તેને લાગુ કરવામાં આવશે નહીં.
આ પણ વાંચો - પોતાના વૈચારિક અન્નદાતા માટે પ્રોક્સી વોર લડી રહ્યા છે આ આંદોલનકારી
બેઠક પછી કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે ચારમાંથી બે માંગણી અમે માની લીધી છે અને બાકી પર ખુલ્લા મનથી વિચાર કરવામાં આવશે. આ બેઠક સારા માહોલમાં થઈ છે. પરાલી અને વિજળી એક્ટ પર સહમતી બની છે. કૃષિ મંત્રીએ ફરી પોતાની વાત દોહરાવી કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય ચાલું છે અને આગળ પર ચાલું રહેશે. કાનૂન પાછા લેવામાં આવશે.
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે ઇલેક્ટ્રિસિટી એક્ટ જે હાલ આવ્યો નથી તેમને લાગે છે કે આ એક્ટ આવશે તો ખેડૂતોને નુકસાન થશે. સિંચાઇ માટે જે વિજળની સબસિડી આપવામાં આવે છે અને રાજ્ય સરકાર જે પ્રમાણે આપે છે તે આપતી રહે તે પ્રમાણે જ ચાલવું જોઈએ. તેના પર સરકાર અને કિસાન યૂનિયનો વચ્ચે સહમતી બની ગઈ છે.
Published by:Ashish Goyal
First published:December 30, 2020, 22:40 pm