કિસાન યૂનિયનોની બેઠક ખતમ, 29 ડિસેમ્બરે સરકાર સાથે વાતચીત માટે તૈયાર

કિસાન યૂનિયનોની બેઠક ખતમ, 29 ડિસેમ્બરે સરકાર સાથે વાતચીત માટે તૈયાર
(તસવીર - AP)

સરકારના પ્રસ્તાવ પર નિર્ણય લેતા કિસાન સંગઠનોએ આગળની વાતચીત પર સહમતિ વ્યક્ત કરી

 • Share this:
  નવી દિલ્હી : નવા કૃષિ કાનૂનોની (New Agricultural Laws)વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોના આંદોલનના આજે 31મો દિવસ છે. આ દરમિયાન દિલ્હીના સિંધૂ બોર્ડર પર ખેડૂત સંગઠનોએ બેઠક કરી હતી. જેમાં સરકારના પ્રસ્તાવ પર નિર્ણય લેતા કિસાન સંગઠનોએ આગળની વાતચીત પર સહમતિ વ્યક્ત કરી છે. સંયુક્ત કિસાન મોર્ચાએ (SKM) સરકારના પ્રસ્તાવ પર બેઠક પછી કહ્યું કે તેમણે 29 ડિસેમ્બરે સવારે 11 વાગે કેન્દ્ર સાથે વાતચીત પ્રસ્તાવિત કરી છે. આ સાથે કિસાન સંગઠનોએ સરકારને પત્ર લખીને ફરીથી કૃષિ કાનૂનને રદ કરવાની માંગણી કરી છે.

  સંયુક્ત કિસાન મોર્ચાએ સરકારને લખેલા પત્રમાં કહ્યું કે 24 ડિસેમ્બરે તમારો લેટર મળ્યો છે. અફસોસ છે કે આ ચિઠ્ઠીમાં પણ સરકારે પાછલી બેઠકોના તથ્યોને છીપાવીને જનતાને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો છે. અમે દરેક વાતચીતમાં હંમેશા ત્રણ કેન્દ્રીય કૃષિ કાનૂનોને રદ કરવાની માંગણી કરી છે. સરકારે તેને તોડી-મરોડીને રજુ કર્યું છે. તમે તમારી ચિઠ્ઠીમાં કહો છો કે સરકાર કિસાનોની વાતને આદરપૂર્વક સાંભળવા માંગે છે. તમે સાચે જ આમ ઇચ્છો છો તો સૌથી પહેલા વાતચીતમાં અમે કયા મુદ્દા ઉઠાવ્યા હતા, તેના વિશે ખોટા નિવેદનો ના કરો અને આખા સરકારી તંત્રનો ઉપયોગ કરીને ખેડૂતો સામે દુષ્પ્રચાર બંધ કરો.  આ પણ વાંચો - ગુવાહાટી : અમિત શાહનો વિપક્ષ પર પ્રહાર, કહ્યું- તમે અસમના યુવાઓને શહીદ કરવાનું કામ કર્યું

  સંયુક્ત કિસાન મોર્ચાએ જાહેર કર્યા બેઠકના એજન્ડા

  1. ત્રણ કેન્દ્રીય કૃષિ કાનૂનોને રદ/નિરસ્ત કરવા માટે અપનાવવામાં આવતી ક્રિયાવિધિ (Modalities).
  2. બધા કિસાનો અને કૃષિ વસ્તુઓ માટે રાષ્ટ્રીય કિસાન આયોગ દ્વારા ભલામણ કરેલ લાભદાયક MSPની કાનૂની ગેરન્ટી આપવાની પ્રક્રિયા અને પ્રાવધાન.
  3. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને આસપાસના ક્ષેત્રોમાં વાયુ ગુણવત્તા પ્રબંધન માટે આયોગ અધ્યાદેશ 2020માં એવા સંશોધન જે અધ્યાદેશના દંડ પ્રાવધાનોથી ખેડૂતોને બહાર કરવાની જરૂર છે.
  4. કિસાનો માટે હિતોની રક્ષા માટે વિદ્યુત સંધોધન વિધેયક 2020ના ટ્રાફ્ટમાં જરૂરી ફેરફાર.

  સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું કે અમે ફરી દોહરાવવા માંગીએ છીએ કે કિસાન સંગઠન ખુલ્લા મનથી વાતચીત કરવા માટે હંમેશા તૈયાર રહ્યા છે અને રહેશે.
  Published by:Ashish Goyal
  First published:December 26, 2020, 18:34 pm

  ટૉપ ન્યૂઝ