કિસાન આંદોલન : 30 ડિસેમ્બરે ખેડૂતો સાથે બેઠક કરશે કેન્દ્ર સરકાર

કિસાન આંદોલન : 30 ડિસેમ્બરે ખેડૂતો સાથે બેઠક કરશે કેન્દ્ર સરકાર
કિસાન આંદોલન : 30 ડિસેમ્બરે ખેડૂતો સાથે બેઠક કરશે કેન્દ્ર સરકાર (તસવીર - AP)

કૃષિ સચિવ સંજય અગ્રવાલે ખેડૂત સંગઠનોને લખેલા એક પત્ર દ્વારા તેમને નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 30 ડિસેમ્બરે બપોરે વાતચીત માટે આમંત્રિત કર્યા

 • Share this:
  નવી દિલ્હી : સરકારે (Government)નવા કૃષિ કાનૂનો (New Agricultural Laws) સામે પ્રદર્શન કરી રહેલા 40 કિસાન સંગઠનોને બધા પ્રાસંગિક મુદ્દા પર આગામી રાઉન્ડની વાતચીત માટે 30 ડિસેમ્બરે બોલાવ્યા છે. સરકાર દ્વારા સોમવારે ઉઠાવેલા આ પગલાનો ઉદ્દેશ્ય નવા કાનૂનો પર ચાલી રહેલા ગતિરોધનું એક તાર્કિક સમાધાન કાઢવાનું છે. આ પહેલા ખેડૂત સંગઠનોએ ગત સપ્તાહે 29 ડિસેમ્બરે એક પ્રસ્તાવ આપ્યો હતો. જે પછી સરકારે તેમને આમંત્રિત કર્યા હતા. કૃષિ સચિવ સંજય અગ્રવાલે ખેડૂત સંગઠનોને લખેલા એક પત્ર દ્વારા તેમને નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 30 ડિસેમ્બરે બપોરે વાતચીત માટે આમંત્રિત કર્યા છે. કેન્દ્ર અને 40 પ્રદર્શનકારી કિસાન સંગઠનો વચ્ચે અત્યાર સુધી પાંચ રાઉન્ડની વાતચીત થઈ છે. જેમાં કોઈ પરિણામ આવ્યું નથી.

  કૃષિ સચિવ સંજય અગ્રવાલે કહ્યું કે સરકાર એક સ્પષ્ટ ઇરાદા અને ખુલ્લા મનથી બધા પ્રાસંગિક મુદ્દાનું એક તાર્કિક સમાધાન કરવા માટે પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાથી દિલ્હીની સરહદો પર હજારોની સંખ્યામાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ ત્રણ નવા કૃષિ કાનૂનોને પાછા લેવાની માંગણી કરી રહ્યા છે. આ ખેડૂતોમાં મોટાભાગના પંજાબ અને હરિયાણાના છે.  આ પણ વાંચો - 100મી કિસાન ટ્રેનને PM મોદીએ કરી રવાના, કહ્યું- નાના ખેડૂતોને થઈ રહ્યો છે ફાયદો

  કિસાન સંગઠનોએ 29 ડિસેમ્બરે નક્કી કરી હતી બેઠકની તારીખ

  આ પહેલા 26 ડિસેમ્બરે સંયુક્ત કિસાન મોર્ચાએ (SKM) સરકારના પ્રસ્તાવ પર બેઠક પછી કહ્યું કે તેમણે 29 ડિસેમ્બરે સવારે 11 વાગે કેન્દ્ર સાથે વાતચીત પ્રસ્તાવિત કરી છે. આ સાથે કિસાન સંગઠનોએ સરકારને પત્ર લખીને ફરીથી કૃષિ કાનૂનને રદ કરવાની માંગણી કરી છે. હવે સરકાર તરફથી આ બેઠક 30 ડિસેમ્બરે નક્કી કરવામાં આવી છે.

  સંયુક્ત કિસાન મોર્ચાએ જાહેર કર્યા છે બેઠકના એજન્ડા

  1. ત્રણ કેન્દ્રીય કૃષિ કાનૂનોને રદ/નિરસ્ત કરવા માટે અપનાવવામાં આવતી ક્રિયાવિધિ (Modalities).
  2. બધા કિસાનો અને કૃષિ વસ્તુઓ માટે રાષ્ટ્રીય કિસાન આયોગ દ્વારા ભલામણ કરેલ લાભદાયક MSPની કાનૂની ગેરન્ટી આપવાની પ્રક્રિયા અને પ્રાવધાન.
  3. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને આસપાસના ક્ષેત્રોમાં વાયુ ગુણવત્તા પ્રબંધન માટે આયોગ અધ્યાદેશ 2020માં એવા સંશોધન જે અધ્યાદેશના દંડ પ્રાવધાનોથી ખેડૂતોને બહાર કરવાની જરૂર છે.
  4. કિસાનો માટે હિતોની રક્ષા માટે વિદ્યુત સંધોધન વિધેયક 2020ના ટ્રાફ્ટમાં જરૂરી ફેરફાર.
  Published by:Ashish Goyal
  First published:December 28, 2020, 18:45 pm

  ટૉપ ન્યૂઝ