ગુરુગ્રામની હોસ્પિટલના ICUમાં દાખલ યુવતી સાથે થયો રેપ, પોલીસે નોંધી FIR

News18 Gujarati
Updated: October 29, 2020, 6:45 PM IST
ગુરુગ્રામની હોસ્પિટલના ICUમાં દાખલ યુવતી સાથે થયો રેપ, પોલીસે નોંધી FIR
પ્રતિકાત્મક તસવીર

રેપ કેસમાં આ મામલે ગત 27 ઓક્ટોબરના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જાણીતી હોસ્પિટલમાં તે પણ આઇસીયુ વોર્ડમાં દુષ્કર્મની ઘટના સામે આવતા પોલીસ આ મામલાની ગહનતાથી તપાસ કરી રહી છે.

  • Share this:
હરિયાણાના ગુરુગ્રામ (Gurugram)ની જાણીતી હોસ્પિટલ (Hospital)માં દાખલ યુવતી સાથે રેપ (Rape)ની ચોંકવનારી ઘટના મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે પીડિતાના પિતા સુશાંત લોક પોલીસ સ્ટેશનમાં બળાત્કાર મામલે ફરિયાદ કરવા પહોંચ્યા છે. તમને જણાવી દઇએ કે 22 ઓક્ટોબરના રોજ ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં 21 વર્ષીય યુવતીને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા તેને દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન તેને ICUમાં રાખવામાં આવી હતી જ્યાં તેની સાથે બળાત્કારની ઘટના બની હતી.

હરિયાણાની સાઇબર સિટી ગુરુગ્રામ નામની જાણીતી હોસ્પિટલમાં યુવતી સાથે બળાત્કારની ઘટના થતા સમગ્ર વિસ્તારમાં આ વાત ચર્ચાનો વિષય બન્યો છે. જો કે પોલીસનું કહેવું છે કે તે આ મામલે તપાસ કર્યા પછી જ કોઇ વિસ્તૃત જાણકારી આપશે. એસીપી હેડક્વાટર ઉષા કુંડૂનું કહેવું છે કે દુષ્કર્મ હોસ્પિટલમાં થયો હતો, ક્યાંય બહાર નહીં. માટે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ પોલીસે હોસ્પિટલમાં લગાવવામાં આવેલા વિવિધ સીસીટીવી કેમેરાની પણ તપાસ કરી રહ્યો છે. જેથી ઘટનાની યોગ્ય જાણકારી મળી શકાય.

ગુરુગ્રામના જે યુવતી સાથે દુષ્કર્મ થયો છે તે પીડિતાએ પોતાની સાથે થયેલી આ ઘટના વિષે પિતાને ઇશારામાં અને લખીને વાત જણાવી છે. એસીપી ઉપા કુંડુએ જણઆાવ્યું કે પીડિતાએ આ પોતાની ફરિયાદમાં કોઇ વિકાસ નામના કોઇ વ્યક્તિ વિષે વાત કરી હતી. જો કે તે હજી પણ પૂરી રીતે નિવેદન આપવાની સ્થિતિમાં નથી. કુંડુએ જણાવ્યું કે પીડિતો હજી પણ તે જ હોસ્પિટલમાં દાખલ છે. અને અહીં તેની સારવાર ચાલી રહી છે.

વધુ વાંચો : વિવાદોની વચ્ચે અક્ષય કુમારની ફિલ્મ Laxmmi Bombનું નામ બદલાયું, હવે થયું 'લક્ષ્મી'

તે પૂરી રીતે ઠીક થાય અને કોઇ રીતનું નિવેગન આપવાની સ્થિતિમાં આવે તે પછી ઘટના વિષે વિસ્તારથી શું ઘટ્યું હતું તે સારી રીતે જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે ગુરુગ્રામની સાઉથ સિટી પોલીસ સ્ટેશનની પાસે આવેલી જાણતી હોસ્પિટલમાં આ યુવતીને દાખલ કરવામાં આવી હતી. રેપ કેસમાં આ મામલે ગત 27 ઓક્ટોબરના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
જાણીતી હોસ્પિટલમાં તે પણ આઇસીયુ વોર્ડમાં દુષ્કર્મની ઘટના સામે આવતા પોલીસ આ મામલાની ગહનતાથી તપાસ કરી રહી છે. પોલીસે આ મામલે યોગ્ય તપાસ કરવાનું આશ્વાસન આપ્યું છે.
Published by: Chaitali Shukla
First published: October 29, 2020, 6:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading