હરિયાણાઃ કથિત BJP નેતાની કરતૂત, મહિલા અને તેની દીકરીને હૉકીથી ફટકારી, Video Viral

વીડિયોમાં એક મહિલાની સાથે મારપીટ કરતો જોવા મળી રહેલો શખ્સ અશોક ગોયલ છે, જે પોતાની ઓળખ બીજેપી નેતા તરીકેની આપે છે

વીડિયોમાં એક મહિલાની સાથે મારપીટ કરતો જોવા મળી રહેલો શખ્સ અશોક ગોયલ છે, જે પોતાની ઓળખ બીજેપી નેતા તરીકેની આપે છે

 • Share this:
  દીપક કુમાર, ફરીદાબાદ. હરિયાણા (Haryana)ના ફરીદાબાદ (Faridabad) જિલ્લામાં પોતાની ઓળખ બીજેપી નેતા (BJP Leader) તરીકે આપનારા એક શખ્સ પર મહિલા સાથે મારપીટ અને તેની દીકરીની સાથે છેડતી કરવાનો આરોપ (Allegation) લગાવ્યો છે. પોલીસે મહિલાની ફરિયાદ પર આરોપીની પોસ્કો એક્ટ (POCSO Act)ની કલમ 8 અને આઇપીસીની કલમ 323 506 હેઠળ કેસ નોંધી લીધો છે. મારપીટનો આ વીડિયો હવે ફરીદાબાદમાં વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

  નોંધનીય છે કે, વીડિયોમાં એક મહિલાની સાથે મારપીટ કરતો જોવા મળી રહેલો શખ્સ અશોક ગોયલ છે, જે પોતાની ઓળખ બીજેપી નેતા તરીકેની આપે છે. તેની પર જે આરોપ લાગ્યા છે તે વીડિયોમાં સાંભળી શકાય છે. આરોપ છે કે તેણે એક મહિલા સાથે ગેરકાયદેસર સંબંધ બાંધ્યા છે અને તેની દીકરી ઉપર પણ ખરાબ નજર રાખે છે.

  આ પણ વાંચો, સરકારના નિર્ણયથી નારાજ ફ્રેન્ચ અભિનેત્રીએ એવોર્ડ ફંક્શનમાં સ્ટેજ ઉપર જ ઉતારી દીધા પોતાના તમામ કપડા


  જ્યારે આ મહિલાએ તેનો વિરોધ કર્યો તો આ શખ્સે મહિલા સાથે મારપીટ કરી, ઉપરાંત તેને મોટા મોટા મંત્રીઓ સાથે પોતાના સંબંધો હોવાનો હવાલો આપતા કહ્યું કે ફરીદાબાદમાં તેનું કોઈ કશું બગાડી નહીં શકે. પોલીસે મહિલની ફરિયાદ પર આરોપીની વિરુદ્ધ પોસ્કો એક્ટની કલમ 8 અને આઇપીસીની કલમ 323 506 હેઠળ કેસ નોંધી લીધો છે.

  આ પણ વાંચો, ખેડૂતે બનાવી Electric Car, એક વાર ચાર્જ કરતાં દોડશે 300 કિલોમીટર

  પીડિતાએ લગાવ્યો આ આરોપ

  પીડિતાએ જણાવ્યું કે આરોપી અશોક ગોયલને ત્યાં કામ કરે છે. આરોપી છેલ્લા 6 મહિનાથી તેની અને તેની દીકરી સાથે છેડતી કરી રહ્યો છે. તેને કારણે તેની દીકરીએ બ્લેડથી નસ કાપીને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો. પીડિતાએ જણાવ્યું કે અશોક ગોયલ તેને બીજા લોકોની સાથે સંબંધ બાંધવાનું કહેતો હતો. બીજી તરફ પીડિતાની દીકરીએ જણાવ્યું કે આરોપી તેની સાથે બળજબરી કરીને છેડતી કરે છે અને ના પાડતાં લાઠી-ડંડાથી મારે પણ છે. આરોપી તેને ધમકી આપતો હતો કે તેની ઓળખાણ મોટા મોટા મંત્રીઓની સાથે છે. ફરીદાબાદમાં તેનું કોઈ કંઈ બગાડી નહીં શકે.
  Published by:Mrunal Bhojak
  First published: