ફરીદાબાદ : હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં જમીનના વિવાદને લઈને બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ મામલો સાગરપુર ગામનો છે. જ્યાં ખેતરની જમીનના માપણી અંગે બે ભાઇઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. મામલો એટલો વધી ગયો કે, એક ભાઈએ તેની લાઇસન્સવાળી રિવોલ્વરમાંથી 4-5 રાઉન્ડ ફાયર કર્યા. સદનશિબે કોઈ પણ ગોળી કોઈને વાગી નહીં. ફાયરિંગનો આ વીડિયો વાયરલ થયો છે.
વીડિયો વાયરલ થયા પછી પોલીસ દોડતી થઈ ગઈ હતી અને આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ આરોપીને શોધવા દરોડા પાડી રહી છે. આ બનાવમાં ભાઈએ જ તેના ભાઇ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. ગામ સરાઇ ખ્વાજાના રહેવાસી સત્વીર પહેલવાને પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ફાર્મ હાઉસ ગામ સાગરપુરમાં તેની લગભગ 14 એકર જમીન છે. બપોરના બાર વાગ્યાના સુમારે હું, પુત્ર અભિષેક, ભત્રીજો અરજણ અને સિકંદર અને મલેરના ગામના રહેવાસી વીરેન્દ્ર અને ઓમવીર ફાર્મ હાઉસમાં બેઠા હતા. ત્યારબાદ સંબંધી મનોજ ઉર્ફે મિન્ટો, તેનો મિત્ર મહેન્દ્ર પણ આવ્યો હતો.
મનોજ પણ આ જમીનમાં હકદાર છે. સત્વીરે સંબંધિ મનોજને કહ્યું કે, જમીન માપણી માટે સર્વેયરને બોલાવી લો અને જમીનની માપણી કરાવી લો. મનોજે કહ્યું કેસ હું હમણાં જ જમીનની માપણી કરાવું છું. તુ અહીં દેખાવો જોઈએ નહીં. મનોજે ફરિયાદીના ભાઈ રામવીરને પણ બોલાવ્યો હતો. આરોપ છે કે, આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. એટલામાં રામવીરે ત્યાં આવતાની સાથે જ તેની રિવોલ્વરથી 4-5 રાઉન્ડ કર્યા હતા.
ગોળીઓનો અવાજ સાંભળીને લોકો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે રામવીર તેની કારમાં બેસી ફરાર થઈ ગયો હતો. વીડિયો વાયરલ થવા પર પોલીસે સત્વીર પહેલવાનની ફરિયાદ પર ભાઈ રામવીર, સંબંધી મનોજ અને અશોક વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી હાલ પોલીસ પકડની દુર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર