ફરિદાબાદના મિની જંતર-મંતર કહેવામાં આવતા સૌથી વ્યસ્ત વિસ્તારમાં એક ગેંગરેપ પીડિતા ધરણા પર બેઠી છે. પીડિતા સાથે 15 જાન્યુઆરીના રોજ રાત્રે ચાર હવસખોરોએ ઘરમાં ઘુસી બંધક બનાવી ગેંગરેપની ગટનાને અંજામ આપ્યો હતો. ઘટના બાદ પોલીસે આ મામલે ફરિયાદ તો દાખલ કરી દીધી, પરંતુ ઘટનાને ચાર મહિના વીતી ગયા હોવા છતાં મહિલા ન્યાય માટે પોલીસ સ્ટેશનના ચક્કર કાપી રહી છે. પરંતુ પોલીસ મહિલાની ક્યાંય કોઈ સુનાવણી નથી કરી રહી.
આ બાજુ મહિલાએ આ ઘટના બાદ સ્થળ પર પહોંચેલ સદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પર એક સંગીન આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે, ઘટના સમયે ચારે આરોપીઓને તેના પતિ અને ભાડુઆત સાથે મારપીટ પણ કરી હતી અને તેના પતિને પણ બંધક બનાવ્યો હતો. સૂચના મળ્યા બાદ પોલીસે તેના પતિને તો ખોલી દીધો, પરંતુ તેને ખાટલામાં બાંધેલી જ રહેવા દીધી અને ઘટના સ્થળ પર પહોંચેલ ખુદ પોલીસ સ્ટેશન SHOએ જ તેના નિર્વસ્ત્ર અવસ્થાના ફોટા પાડ્યા હતા.
પીડિતાનો આરોપ છે કે, તેની સાથે એસએચઓ અને એસીપીએ ગંદા-ગંદા પ્રશ્નો કરતા ભદ્દે-ભદ્દા આરોપો પણ લગાવ્યા. પીડિત મહિલાનું કહેવું છે કે, તે આરોપીઓને સજા અને પોતાના માટે ન્યાયની માંગને લઈ છેલ્લા ચાર મહિનાથી પોલીસના તમામ મોટા અધિકારીઓને મળી ચુકી છે. પરંતુ તેની હજુ ક્યાંય સુનાવણી નથી કરવામાં આવતી. એટલા માટે હવે થાકી-હારી પોતાના પરિવાર સાથે ધરણા પર બેઠી છે અને મુખ્યમંત્રી હવે આ મુદ્દે પગલું ભરી આરોપીઓને સજા અપાવે અને પોતાને ન્યાય અપાવે તેવી આસા રાખી રહી છે.
મહિલાનું કહેવું છે કે, જ્યાં સુધી તેને ન્યાય નહીં મળે, ત્યાં સુધી તે ધરણા પર બેઠેલી રહેશે અને તો પણ ક્યાંય સુનાવણી ન થઈ તો તે પોતાના પરિવાર સાથે આત્મહત્યા કરી લેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર