ફરીદાબાદ : હરિયાણાના ફરીદાબાદમાં એક દર્દનાક અકસ્માત થયો છે. મામલો જિલ્લાની રાજીવ કોલોનીનો છે, જ્યાં ઓરડામાં ફાયરપ્લેસ સાથે સૂતાં એક દંપતી અને તેના 6 વર્ષના પુત્રનું શ્વાસ રૂંધાઈ જવાથી મોત નીપજ્યું હતું. બાતમી મળ્યા બાદ ફરીદાબાદ સેક્ટર 58 પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પતિ, પત્ની અને પુત્રની ડેડબોડીનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. મૃતકોની ઓળખ 24 વર્ષીય અમન, 21 વર્ષની પ્રિયા અને 6 વર્ષીય પુત્ર માનવ તરીકે થઈ છે.
જણાવી દઈએ કે, અમન અહીં તેની પત્ની પ્રિયા અને 6 વર્ષના પુત્ર માનવ સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. અમન અહીં સુકેશકુમારના ઘરે પરિવાર સાથે રહેતો હતો. તે સેક્ટર -24 માં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. મંગળવારે રાત્રે ઠંડીને કારણે આ લોકો ઓરડામાં ફાયરપ્લેસ સળગાવી સૂઈ ગયા હતા.
રાત્રે સગડીને (ચીમની) ઓરડાની બહાર ન છોડવાને કારણે ત્રણેયનું ગૂંગળામણના કારણે મોત થઈ ગયું હતું. બુધવારે સવારે મકાન માલીકે અહીં આવીને દરવાજો ખટખટાવ્યો અને કોઈ જવાબ ન મળ્યો ત્યારે આ વાતની જાણ થઈ હતી. આ પછી સુકેશે પોલીસને જાણ કરી હતી. પોલીસ પણ બાતમી મળતા પહોંચી હતી, દરવાજો તોડ્યો હતો, અમન, પત્ની પ્રિયા અને પુત્ર માનવ મૃત મળી આવ્યા હતા.
ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ત્રણેયની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોર્ચારી હોસ્પિટલમાં મોકલી આપી છે. તેમજ પરિવાર અને સબંધીઓએ ઘટનાની જાણકારી આપી છે. માહિતી બાદ રોહતકમાં રહેતા સબંધીઓ ફરીદાબાદ જવા રવાના થયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર