ફરીદાબાદના DCP વિક્રમ કપૂરનો ગોળી મારીને આપઘાત

ડીસીપી વિક્રમ કપૂરે કથિત રીતે પોતાના ઘરે ગોળી મારીને આપઘાત (Suicide) કરી લીધો છે. તેમણે શા માટે આપઘાત કરી લીધો છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

News18 Gujarati
Updated: August 14, 2019, 11:13 AM IST
ફરીદાબાદના DCP વિક્રમ કપૂરનો ગોળી મારીને આપઘાત
DCP બે વર્ષથી ફરીદાબાદમાં તહેનાત હતા.
News18 Gujarati
Updated: August 14, 2019, 11:13 AM IST
હરિયાણાના (Haryana) ફરીદાબાદથી (Faridabad) મોટા સમાચાર સામે આવ્યા છે. અહીંના ડેપ્યૂટી કમિશ્નર ઓફ પોલીસ (DCP) વિક્રમ કપૂરે (Vikram Kapoor) આપઘાત કરી લીધો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે વિક્રમ કપૂરે બુધવારે સવારે પોતાના ઘરે જ ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. હાલ આપઘાતનું કારણ સામે આવ્યું નથી.

કહેવામાં આવી રહ્યું છે કે ડીસીપી વિક્રમ કપૂર પોતાના પરિવાર સાથે પોલીસ લાઇનમાં રહેતા હતા. આપઘાતના સમાચાર બાદ પોલીસ અધિકારીઓ તેમના ઘરે પહોંચી ગયા હતા. પોલીસે મૃતક ડીસીપીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. ઘટનાસ્થળની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.પત્ની અને પુત્ર ઘરે હાજર હતા

ડીસીપી વિક્રમ કપૂરે ઘરે જ ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. આપઘાત કર્યો ત્યારે તેમના પત્ની બાથરૂમમાં હતાં. અવાજ સાંભળીને તેઓ બહાર આવ્યા ત્યારે તેમના પતિ લોહીથી લથપથ હાલતમાં પડ્યા હતા. પતિને આવી હાલતમાં જોઈને તેમણે પુત્રને જગાડ્યો હતો. જે બાદમાં આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી.

બે વર્ષથી ફરીદાબાદમાં પોસ્ટિંગ હતું

વિક્રમ કપૂર છેલ્લા બે વર્ષથી ફરીદાબાદ ખાતે ફરજ બજાવતા હતા. એક વર્ષ પછી તેઓ ફરજમાંથી નિવૃત્ત થવાના હતા. વિક્રમ કપૂર મૂળ અંબાલાના રહેવાશી હતા. તેઓ હરિયાણા પોલીસમાં ઇન્સ્પેક્ટરના પદ પર જોડાયા હતા. પ્રમોશન બાદ તેઓ આઈપીએસ બની ચુક્યા હતા અને બે વર્ષથી ફરીદાબાદમાં તહેનાત હતા.
First published: August 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...