ફરીદાબાદઃ હરિયાણાની પોલીસ (Haryana Police)એ એક એવા ચોરની ધરપકડ કરી છે જેની 16 ગર્લફ્રેન્ડ છે. આ ચોર પોતાની ગર્લફ્રેન્ડ્સના શોખ પૂરા કરવા માટે મોંઘી કારો ચોરતો હતો. દેશના અલગ-અલગ રાજ્યોથી 50થી વધુ મોંઘી કારો ચોરી કરનારો આ ચાલાક ચોર હિસારનો નિવાસી હોવાનું સામે આવ્યું છે. ફરીદાબાદ (Faridabad)માં ક્રાઇમ બ્રાન્ચ સેક્ટર-30 પોલીસે તેની ધરપકડ કરી છે. લક્ઝરી કારો (Luxury Cars)ના આ ચોરની ઓળખ જવાહર નગર હિસાર નિવાસી રોબિન ઉર્ફે રાહુલ ઉર્ફે હેમંત ઉર્ફે જૉનીના રૂપમાં થઈ છે.
મળતી જાણકારી મુજબ, આરોપી રોબિને પોલીસને પણ વેશ બદલીને અનેકવાર ગેરમાર્ગે દોરી છે. તેણે દર વખતે ચોરીની ઘટન વેશ બદલીને કરી છે. પકડાઈ જતાં તે દર વખતે પોતાનું સરનામું પણ ખોટું જણાવતો હતો. પોલીસના જણાવ્યા મુજબ તેણે હિસારમાં પણ અનેક મોંઘી ગાડીઓ ચોરી છે. હિસારમાં તેણે પોલીસને પોતાના અલગ-અલગ 15થી 20 સરનામા લખાવ્યા છે.
આ પણ વાંચો, કોચિંગ માટે ગયેલી બીએસસીની સ્ટુડન્ટની સળીયાના ઘા મારી નિર્મમ હત્યા, રિક્ષાચાલકની ધરપકડ
પોલીસે કર્યો આ દાવો
પોલીસના જણાવ્યા મુજબ, રોબિન હવે હિસારમાં નથી રહેતો, તે બહારના રાજ્યોમાં રહે છે. આરોપી માત્ર લક્ઝરી કારો પર જ હાથ સાફ કરતો હતો. તેના લક્ઝરી કારો ચોરવાના શોખને કારણે તેને હિસાર છોડીને એનસીઆર એરિયા સહિત દેશના અન્ય રાજ્યોથી લક્ઝરી કારો ચોરી. પોલીસનો દાવો છે કે આરોપીની 16 ગર્લફ્રેન્ડ છે. તેમના અને પોતાના શોખ પૂરા કરવા માટે તે કારોની ચોરી કરતો હતો.
આ પણ વાંચો, નોર્થ કોરિયાએ બનાવી સૌથી મોટી ન્યૂક્લિયર મિસાઇલ, થોડીક જ ક્ષણોમાં ન્યૂયોર્કને કરી શકે છે નષ્ટ
પહેલા પણ થઈ ચૂકી છે ધરપકડ
આરોપીની લગભગ એક વર્ષ પહેલા દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. હાલમાં તે જેલથી છૂટ્યો અને ફરીથી કારો ચોરવા લાગ્યો. 31 ઓગસ્ટે તેણે સેક્ટર-28 ફરીદાબાદમાં ઘરની બહાર ઊભેલી ફોર્ચ્યૂનર કાર ચોરી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ મામલો ઉકેલી દીધો છે. ગાજિયાબાદ, જોધપુર-રાજસ્થાનથી ફોર્ચ્યૂનર અને ગુરુગ્રામથી જીપની ચોરીનો ગુનો પણ તેણે કબૂલ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે ત્યાંની પોલીસને જાણ કરી દીધી છે.
Published by:Mrunal Bhojak
First published:October 15, 2020, 08:54 am