'ફાની' વાવાઝોડાના કારણે 16નાં મોત, 1 કરોડ લોકો થયા પ્રભાવિત

ઓડિશામાં ફાનીએ મચાવેલી તબાહીનો ચિતાર તસવીર AP

વાવાઝોડાના કારણે ઓડિશાના મયુર ભંજમાં 4, પુરી અને ભુવનેશ્વરમાં 3 અને ક્યોંઝર, નયાગઢ અને કેન્દ્ર પાડામાં એક એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : ઓડિશામાં ફાની વાવાઝોડાના કારણે મૃતાંક વધીને 16 થયો છે. ઓડિશાના આશરે 10,000 ગામડા અવને 52 શહેરી વિસ્તારોમાં રાહત અને પુનર્વસનનું કામ શરૂ છે. આ વાવાઝોડાના કારણે આશરે 1 કરોડો લોકો પ્રભાવિત થયા છે.

  અધિકારીઓએ જણાવ્યું કે વાવાઝોડાના કારણે ઓડિશાના મયુર ભંજમાં 4, પુરી અને ભુવનેશ્વરમાં 3 અને ક્યોંઝર, નયાગઢ અને કેન્દ્ર પાડામાં એક એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે.

  હવામાન વિભાગ મુજબ ફાની સામાન્ય વાવાઝોડા કરતાં વધારે શક્તિશાળી હોવાનું કયાસ છે. શુક્રવારે ફાની પુરીના કાંઠે ત્રાટક્યું હતું. ઉનાળામાં ઉદભવતા ચક્રાવાતમાં ફાની દુર્લભમાં અતી દુર્લભ વાવાઝોડું ગણવામાં આવે છે. પાછલા 150 વર્ષમાં આવેલા વાવાઝોડામાં સૌથી શક્તિશાળી ફાની છે.

  અધિકારીઓએ આપેલી માહિતી મુજબ 240 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટકેલા આ વાવાઝોડાના કારણે શુક્રવારે પુરીમાં ભારે વરસાદ અને પવન ફૂંકાયો હતો. ફાની બંગાળ પર ત્રાટક્યું એ પહેલાં ઓડિશામાં અનેક ઘરોના છાપરા ઉડાડતું ગયું હતું જ્યારે તેના કારણે અનેક ઘર નષ્ટ થઈ ગયા હતા. અગાઉ ઓડિશામાં સુપર સાયક્લોન ત્રાટક્યું હતું જેના કારણે 10,000 હજાર લોકોનાં મોત થયા હતા.
  Published by:Jay Mishra
  First published: